ICICI બૅન્કે MCLRમાં પાંચ બેઝિસ પૉઇન્ટનો ઘટાડો કર્યો

03 April, 2019 10:37 AM IST  | 

ICICI બૅન્કે MCLRમાં પાંચ બેઝિસ પૉઇન્ટનો ઘટાડો કર્યો

ICICI બૅન્ક

ICICI બૅન્કે માર્જિનલ કૉસ્ટ ઑફ ફંડ્સ બેઝડ લેન્ડિંગ રેટ (MCLR)માં પાંચ બેઝિસ પૉઇન્ટનો ઘટાડો કર્યો છે.

આ ફેરફારને પગલે એક રાત્રિથી લઈને એક મહિના સુધીના સમયગાળા માટેનો MCLR ૮.૫૫ ટકાથી ઘટીને ૮.૫૦ થઈ ગયો છે. ત્રણ મહિનાની મુદત માટેનો આ દર ૮.૬૦ ટકાથી ઘટીને ૮.૫૫ થઈ ગયો છે. આ જ રીતે છ મહિનાની મુદત માટે ૮.૭ ટકા તથા એક વર્ષ માટે ૮.૭૫ ટકાનો દર લાગુ પડશે.

આ બૅન્કનો MCLR દર મહિનાની પહેલી તારીખથી લાગુ થાય છે.

ગયા મહિને HDFC બૅન્કે પાંચ બેઝિસ પૉઇન્ટનો ઘટાડો કર્યો હતો. ઉપરાંત બૅન્ક ઑફ બરોડાએ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટમાં ૦.૧ ટકાનો ઘટાડો કર્યો હતો.

આ પણ વાંચો : શૅર બજારનો રૅકોર્ડ હાઈ, સેન્સેક્સ 180 અંકોથી વધારે તેજી, નિફ્ટી 11750ની પાર

અગાઉ, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ ૩૦ લાખ રૂપિયા સુધીની હોમ લોન પરના વ્યાજદરમાં ૦.૦૫ ટકાનો ઘટાડો કર્યો હતો.

icici bank