શૅર બજારનો રૅકોર્ડ હાઈ, સેન્સેક્સ 180 અંકોથી વધારે તેજી, નિફ્ટી 11750ની પાર

Apr 03, 2019, 09:53 IST

બુધવારના કારોબારમાં સવારે સાડા નવ વાગ્યે સેન્સેક્સ 183 અંકોની તેજી સાથે 39,240ના સ્તર પર અને નિફ્ટી 39 અંકોની તેજી સાથે 11,752 પર કારોબાર કરી રહ્યા છે.

શૅર બજારનો રૅકોર્ડ હાઈ, સેન્સેક્સ 180 અંકોથી વધારે તેજી, નિફ્ટી 11750ની પાર
શૅર બજારનો રૅકોર્ડ હાઈ

મંગળવારની જેમ જ બુધવારે પણ બજારમાં તેજી સતત છે. બુધવારના કારોબારમાં સવારે સાડા નવ વાગ્યે સેન્સેક્સ 183 અંકોની તેજી સાથે 39,240ના સ્તર પર અને નિફ્ટી 39 અંકોની તેજી સાથે 11,752 પર કારોબાર કરી રહ્યા છે. નિફ્ટી 50 શેર્સમાંથી 34 લીલા અને 16 લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. ઈન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટીના મિડકેપ 0.50%ની તેજી અને સ્મૉલકેપ 0.46%ની તેજી સાથે કારોબાર કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે મંગળવારે સેન્સેક્સ 184 અંકોની તેજી સાથે 39,056ના સ્તર પર અને નિફ્ટી 44 અંકોના ઉછાળા સાથે 11,713 પર કારોબાર કરી બંધ થયા હતા.

સેક્ટોરિયલ ઈન્ડેક્સનો હાલ જોઈએ તો સવારે સાડા નવ વાગ્યે નિફ્ટો ઑટો 0.43%ની તેજી, નિફ્ટી ફાઈનાન્સ સર્વિસ 0.80%ની તેજી, નિફ્ટી એફએમસીજી 0.15%નો ઘટાડો, નિફ્ટી આઈટી 0.66%નો ઘટાડો, નિફ્ટી મેટલ 0.91%ની તેજી, નિફ્ટી ફાર્મા 0.34%ની તેજી અને નિફ્ટી રિયલ્ટી 0.29%ની તેજી સાથે કારોબાર કરી રહ્યા છે.

વૈશ્વિક બજારનો હાલ જોઈએ તો બુધવારના કારોબારમાં પ્રમુખ એશિયાઈ બજારોએ સારી શરૂઆત કરી છે. સવારે નવ વાગ્યે જાપાનના નિક્કેઈ 0.76%ની તેજી સાથે 21669 પર, ચીનના શાંઘાઈ 0.06%ની તેજી સાથે 3178 પર હેન્ગસેન્ગ 0.68%ની તેજી  સાથે 29825 પર અને તાઈવાનના કૉસ્પી 0.47%ની તેજી સાથે 2187 પર કારોબાર કરી રહ્યા છે. જો અમેરિકા બજારની વાત કરીએ તો કાલે ડાઓ જોન્સ 0.30%ના ઘટાડા સાથે 26179 પર અને નાસ્ડેક 0.25%ની તેજી સાથે 7848 પર કારોબાર કરી બંધ થયા હતા.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK