ATM કાર્ડ વગર પણ ઉપાડી શકો છો રોકડ, આ છે રકમ

11 August, 2019 04:13 PM IST  |  મુંબઈ

ATM કાર્ડ વગર પણ ઉપાડી શકો છો રોકડ, આ છે રકમ

ટેક્નોલોજી રોજબરોજના કામ સહેલા કરી રહી છે. બીજી તરફ આ જ ટેક્નોલોજી નવી મુસીબતો સર્જી રહી છે. સૌથી વધુ ફ્રોડના કિસ્સા બેન્કિંગ ક્ષેત્રમાં જોવા મળી રહ્યા છે. પછી તે ઈન્ટરનેટ બેન્કિંગ હોય કે ATM દ્વારા પૈસા ઉપાડવા. હમણાંથી એટીએમ કાર્ડનું ક્લોનિંગ કરીને ફ્રોડ કરવાના કિસ્સા વધઈ રહ્યા છે. તેનાથી બચવા માટે તમે કાર્ડનો ઉપયોગ કર્યા વગર પણ પૈસા ઉપાડી શકો છો. ચાલો જાણીએ કાર્ડ યુઝ કર્યા વગર કેવી રીતે પૈસા ઉપાડી શકાય છે.

SBI ATM, કાર્ડ વગર ઉપાડો પૈસા

સ્ટેપ 1:
SBIએ YONO એપ શરૂ કરી છે. જેની મદદથી તમે કાર્ડ વગર પણ ATMથી પૈસા ઉપાડી શકો છો. આ માટે તમારે પહેલા SBI YONO ડાઉનલોડ કરવી પડશે.

સ્ટેપ 2:

બાદમાં તમારે તમારા નેટબેન્કિંગ યુઝર ID અને પાસવર્ડ નાખવા પડશે. આ માટે તમારી પાસે એક્ટિવ ઈન્ટરનેટ બેન્કિંગ અકાઉન્ટ હોવું જોઈએ. એક્ટિવ યુઝર ID અને પાસવર્ડ નોંધવા માટે ફરી લોગ ઈન પર ક્લિક કરો.

સ્ટેપ 3:
છી તમને SBI યોનો ડેશબોર્ડ દેખાશે, અહીં તમને તમારા અકાઉન્ટની પૂરી માહિતી મળશે. આ વેબસાઈટ દ્વારા કાર્ડલેસ કૅશ ઉપાડવા માટે વેબસાઈટમાં નીચે તરફ 'માય રિવોર્ડઝ' સેક્શનમાં સ્ક્રોલ કરવુ પડશે. અહીં તમારે 6 વિકલ્પ YONO Pay, YONO Cash, Bill Pay, Products, Shop, Book & Order જેવા ઓપ્શન્સ મળશે. તેમાં તમારે YONO Cash ટેબ પર ક્લિક કરવું પડશે.

સ્ટેપ 4:
અહીં તમે રોજ કેટલી લેવડદેવડ કરી શકો છો, તે વિશે માહિતી મળશે. નેટબેન્કિંગ યુઝર એક ટ્રાન્ઝેક્શનમાં 599 રૂપિયાથી 10 હજાર રૂપિયા ઉપાડી શકો છો. એક દિવસમાં યોનો વેબસાઈટ દ્વારા SBI એટીએમથી તમે વધારામાં વધારે 20 હજાર રૂપિયા ઉપાડી શકો છો. તમે ડેબિટ કાર્ડ કે યોનો એપ વાળા સ્માર્ટ ફોનથી ટ્રાન્ઝેક્શન કરી શકો છો. તમામ માહિતી મળ્યા બાદ 'Request YONO Cash' પર ક્લિક કરો.

સ્ટેપ 5:
'Request YONO Cash'ની અંદર તમે સેવિંગ અકાઉન્ટમાં બેલેન્સ રાશિ જોઈ શકો છો. બેલેન્સ રાશિવાળા ટેબનીચે આપેલી જગ્યામાં તમારે જેટલી રકમ ઉપાડવી છે તે આંકડો લખવો પડશે. બાદમાં તમે Next પર ક્લિક કરો.

આ પણ વાંચોઃ ક્રેડિટ કાર્ડની સંખ્યા પાંચ કરોડને પારઃ એક વર્ષમાં 26 ટકા વૃદ્ધિ

સ્ટેપ 6:
ટ્રાન્ઝેક્શન માટે 6 અંકોનો YONO કૅશ પિન નાખ્યા બાદ YONO વેબસાઈટના માધ્યમથી રોકડ ઉપાડી પ્રક્રિયા શરૂ કરીએ.

આ સર્વિસમાં બે રીતે ચકાસણી કરવામાં આવી છે, પહેલા 6 આંકડાનો પિન, તમારે વેબસાઈટ પર બનાવવો પડશે. બીજો તમારા મોબાઈલ નંબર પર SMS દ્વારા 6 અંકોનો રેફરન્સ નંબર મળશે. સામાન્ય ફોન દ્વારા પણ આ લેવડદેવડ થઈ શકે છે. કાર્ડલેસ રોકડ ઉપાડવા માટે તમારે 30 મિનિટની અંદર જ નજીકના SBI એટીએમમાં જઈને રેફરન્સ નંબર નોંધવો પડશે. એક વાર જ્યારે આ પ્રક્રિયા પૂરી થઈ જાય તો તેના પછી એટીએમથી કૅશ ઉપાડી શકાશે.

business news state bank of india