હવે લોન લેવી થઈ સહેલી, માત્ર 59 મિનિટમાં મળશે ઓનલાઈન મંજૂરી

05 September, 2019 05:39 PM IST  |  મુંબઈ

હવે લોન લેવી થઈ સહેલી, માત્ર 59 મિનિટમાં મળશે ઓનલાઈન મંજૂરી

હોમ લોન હોય કે ઓટો લોન, જો તમે ક્યારેક લોન લીધી હશે, તો તેનાથી થતા માનસિક ત્રાસથી માહિતગાર હશો જ. કોઈ પણ પ્રકારની લોન લેવી એ કુરુક્ષેત્રના સાત કોઠા ભેદવા બરાબર હોય છે. લોન માટેના દસ્તાવેજ ભેગા કરીને ડિસબસમેન્ટ સુધી પહોંચતા પહોંચતા નવ નેજા પાણી ઉતરી જાય. પરંતુ હવે માત્ર 59 મિનિટમાં જ લોન મળી શક્શે. અત્યાર સુધી આ સુવિધા નાના અને મધ્યમ કક્ષાના ઉદેયોગો માટે જ હતી. હવે હોમ અને પર્સનલ લોનના કસ્ટમર પણ આ સુવિધા અંતર્ગત અપ્લાય કરી શક્શે.

જો કે આ સુવિધાનો લાભ લેવા માટે તમારે પહેલા બેન્ક પાસેથી અપ્રૂવલની જરૂર પડશે. દેશના 19 બેન્ક આ પ્રકારની લોનની સુવિધા આપી રહ્યા છે. જે ગ્રાહકોને આ લોન જોઈએ, તેઓ પોતાની સુવિધા અે પસંદગી પ્રમામણે બેન્ક નક્કી કરીને લોન માટે અરજી કરી શકે છે.

SBIના એમડી પી. કે. ગુપ્તાએ કહ્યું,'અમે '59 મિનિટ પોર્ટલ'ના માધ્યમથી લોન લેવા ઈચ્છતા લોકોને હોમ લોન અને પર્સનલ લોનની સુવિધા આપતા ખુશ છીએ. નવેમ્બર 2018માં આ સુવિધા શરૂ થયા બાદ લોન લેનાર લોકોને સરળતા પડી રહી છે. અમને આશા છે કે આગામી સમયમાં આ પોર્ટલ સાથે જોડાયેલી બીજી લોન પ્રોડક્ટ પણ લોન્ચ થશે. અમે ખુશ છીએ કે MSMEs દ્વારા લોનની સુવિધા દરેક વ્યક્તિ માટે ઉપલબ્ધ હશે.'

59 મિનિટમાં મળતી લોન માટે માટે ગ્રાહકોની આવકની ગણતરી ઈન્કમટેક્સ રિટર્ન અને બેન્ક સ્ટેટમેન્ટ દ્વારા થાય છે. એકવાર બેન્ક તરફથી બધા જ દસ્તાવેજ યોગ્ય હોવાની માહિતી મળ્યા બાદ બેન્ક 59 મિનિટમાં લોન પાસ કરી દેશે. આ લોનના પ્રોસેસિંગ માટે વેબસાઈટ ખાસ પ્રકારના અલ્ગોરિધમનો ઉપયોગ કરે છે.

ઉલ્લેખનીય છે કે પહેલા માત્ર મધ્યમ અને નાના ઉદ્યોગો માટે જ આ પોર્ટલ પર સુવિધા હતી. જે અંતર્ગત MSMEVS 59 મિનિટમાં એક કરોડની લોનની મંજૂરી મળતી હતી. આ ઉપરાંત નાના વેપારીઓને લોન પર 2 ટકાની છૂટ પણ મળતી હતી.

આ પણ વાંચોઃ પર્સનલ લોન લેવા માટે આ ડોક્યુમેન્ટ છે જરૂરી, જાણો તમામ માહિતી

લોન માટે કેવી રીતે કરશો અરજી ?

લોન માટે psbloansin59minutes.com પર જઈને અપ્લાય કરો. અહીં અરજી કરનારે પોતાનું નામ, ઈમેઈલ આઈડી, ફોન નંબર ભરીને ઓટીપી દ્વારા રજિસ્ટર કરવું પડશે. બાદમાં લોન માટે આગળની પ્રક્રિયા કરવી પડશે.

 

business news