આ રીતે ઓછો કરો હોમ લોનનો EMI, વાપરો આ ટિપ્સ

15 September, 2019 03:11 PM IST  |  મુંબઈ

આ રીતે ઓછો કરો હોમ લોનનો EMI, વાપરો આ ટિપ્સ

હાલના સમયમાં લોન લઈને ઘર ખરીદવું સામાન્ય થઈ ચૂક્યુ છે. હોમ લોનને કારણે આપણું ઘર વસે છે, એટલું જ નહીં ટેક્સ બચાવવામાં પણ કામ લાગે છે. કેટલીકવાર આપણે હોમ લોન તો લઈ લઈએ છીએ પણ પછી EMI ચૂકવવા માથાના દુઃખાવા સમાન થઈ ચૂક્યુ છે. તેનાથી કેવી રીતે છૂટકારો મેળવવો એ એક મોટો સવાલ છે. હોમ લોન લેનાર લોકો હોમ લોનનો હપતો ઘટાડવા માટે ઘણા ઓપ્શનનનો ઉપયોગ કરી શકે છે. નવી લોન લેનાર લોકો પાસે જુદી જુદી બેન્કોના વ્યાજ દરની સરખામણી કરીને વધુમાં વધુમાં ફાયદો લઈ શકે છે. જો કે જે ગ્રાહકોએ હોમ લોન લીધી છે, તેમના માટે ખૂબ જ ઓછા ઓપ્શન બચ્યા છે. જે લોકો હોમ લોન લઈ ચૂક્યા છે, તે પોતાના હોમ લોનને એક બેન્કમાંથી બીજી બેન્કમાં ટ્રાન્સફર કરી શકો છો. જેનાથી વ્યાજ દર ઘટી શકે છે. જો કે હોમ લોન ટ્રાન્સફર કરવી એ સહેલું નથી. આ સમાચારમાં અમે તમને હોમ લોન સૌથી પહેલા આપવાની કેટલીક ટિપ્સ આપીએ છીએ.

હોમ લોન બેલેન્સ ટ્રાન્સફર

હોમ લોન લેનાર મોટા ભાગના લોકો અધવચ્ચેથી બીજા ફાઈનાન્સર પાસે જવાનું પસંદ નથી કરતા. લોનના સમયગાળા દરમિયાન જો તમને સારા ફાઈનાન્સર મળે તો હોમ લોન ટ્રાન્સફર કરી શકાય. આ રીતે તમે હોમ લોન ઝડપથી ભરી શકો છો.

EMIની રકમ વધારો

નોકરિયાત લોકોને વર્ષે એકવાર ઈન્ક્રીમેન્ટ મળતું હોય છે. એટલે તમે તમારી EMIની રકમ ધીરે ધીરે વધારી શકો છો. જો તમે દર વર્ષે EMIની રકમ વધારો તો લોન પિરીયડ ઘટી શકે છે. જેને લીધે પણ તમે લોન વહેલી ભરપાઈ કરી શકો છો.

આ પણ વાંચોઃ RBI ફરી ઘટાડી શકે છે વ્યાજ દર, તમારી EMI ઘટી શકે છે

પગારની તારીખ

કોશિશ કરો કે EMIની તારીખ તમારા પગારની તારીખની નજીક રાખો, જેથી તમારો EMI ક્યારેય નહીં ચૂકાઈ. EMI અને SIPના પેમન્ટ બાદ જે પૈસા વધે, તેમાંથી ખર્ચ કરવાની યોજના બનાવો. ઈચ્છો તો તમે એ પણ તપાસ કરી શકો છો કે હોમ લોન વહેલી ચૂકવવા પર કોઈ વધારાનો ચાર્જ તો નથી લાગતો ને.

business news tips