રોજ 333 રૂપિયા બચાવો અને બની શકો છો કરોડપતિ, આ રીતે કરો રોકાણ

10 September, 2019 02:11 PM IST  |  મુંબઈ

રોજ 333 રૂપિયા બચાવો અને બની શકો છો કરોડપતિ, આ રીતે કરો રોકાણ

ચોંકી ના જશો, અમે કોઈ એવી વાત નથી કરી રહ્યા જે અશક્ય હોય. તમે પણ કરોડપતિ બની સકો છો. બસ કેટલા સમયમાં તેનો આધાર એના પર છે, કે તમે દર મહિને કેટલી બચત કરી શકો છો. જો તમે 20 વર્ષમાં કરોડપતિ બનવા ઈચ્છો છો, તો એક નાની રકમનું રોકાણ કરીને પણ તે શક્ય છે. બસ જરૂરી એ છે કે તમે નિયમિત અને સતત રોકાણ કર્યા કરો. રોકાણ માટે એવા વિકલ્પની પસંદગી કરો જે સારો હોય અને સમયાનુસાર તમારા રોકાણના પોર્ટફોલિયોને બેલેન્સ કરતા રહો. ચાલો જાણીએ 20 વર્ષમાં કરોડપતિ બનવાની ફોર્મ્યુલા શું હોઈ શકે છે ?

20 વર્ષમાં કરોડપતિ બનવું છે સહેલું

મ્યુચ્યુઅલ ફંડ રોકાણનું એક સારું માધ્યમ છે. જો તમે લાંબા સમય માટે તેમાં રોકાણ કરો છો તો તે તમને ક્યારેય નિરાશ નહીં કરે. પરંતુ આશા કરતા વધુ રોકાણ આપશે. લાંબા સયમ માટે તમે સારું વળતર આપતા ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં સિસ્ટોમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન એટલ કે SIPથી રોકાણ કરી શકો છો. દર મહિને નાની રકમનું રોકાણ કરીને તમે સારું વલતર મેળી શકો છો. જો કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા રોકાણકારોએ પોતાની હાલની આર્થિક સ્થિતિ અને રિસ્ક લેવાની ક્ષમતા ચકાસવી જોઈએ.

20 વર્ષમાં આ રીતે બનો પૈસાદાર

જો તમે 20 વર્ષમાં કરોડપતિ બનવા ઈચ્છો છો તે કોઈ મુશ્કેલ કામ નથી. એના માટે તમારે દરરોજ માત્ર 333 રૂપિયા એટલે કે મહિને 10,000 રૂપિયાનું રોકાણ SIP દ્વારા ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં કરવાનું છે. જો તમારા રોકાણ પર સરેરાશ 13 ટકા રિટર્ન મળે તો તમે 20 વર્ષમાં 1 કરોડ 13 લાખ 32 હજાર 424 રૂપિયાની કમાણી કરી શકો છો. જ્યારે તમે જમા કરી હશે માત્ર 24 લાખની રકમ. આ છે ચક્રવૃદ્ધિ વ્યાજનું પરિણામ. જો તમે સમયાનુસાર ઈન્વેસ્ટેન્ટની રકમમાં વધારો કરતા રહો તો કરોડપતિ બનવું વધુ સહેલું થઈ જશે.

આ પણ વાંચોઃ નોકરિયાત લોકો અહીં કરો રોકાણ, થશે જબરજસ્ત કમાણી

આ ત્રણ ફોર્મ્યુલા ન ભૂલો

એ વાત સાચી છે કે કરોડપતિ બનવા માટે માત્ર બચત કે રોકાણ પુરુતુ નથી. એ નક્કી કરવું જરૂરી છે કે જેવી રીતે આવક વધે, તે પ્રમાણે તમારા રોકાણમાં પણ વધારો થવો જોઈએ. જરૂરિયાત સિવાય ખર્ચ ન કરો અને લાંબા સમયને ધ્યાનમાં રાખીને ફાઈનાન્શિયલ પ્લાનિંગ કરો.

business news tips