Air Indiaમાં 100 ટકા ભાગીદારી વેંચશે સરકાર, 17 માર્ચે હશે છેલ્લી તારીખ

27 January, 2020 01:46 PM IST  |  Mumbai Desk

Air Indiaમાં 100 ટકા ભાગીદારી વેંચશે સરકાર, 17 માર્ચે હશે છેલ્લી તારીખ

સરકારે સોમવારે Air Indiaમાં 100 ટકા ભાગીદારી વેંચવાની પ્રારંભિક સૂચના જાહેર કરી છે. બોલી દસ્તાવેજ પ્રમાણે, રણનૈતિક વિનિવેશ હેછળ સરકાર એર ઇન્ડિયા એક્સપ્રેસમાં પોતાની 100 ટકા ભાગીદારી અને જોઇન્ટ વેન્ચર AISATSમાં 50 ટકા ભાગીદારી વેંચશે. સફળ બોલી લગાડનારાને એરલાઇનનું મેનેજમેન્ટ કન્ટ્રોલ પણ ટ્રાન્સફર કરવામાં આવશે. એર ઇન્ડિયા માટે બોલી લગાડવાની અંતિમ તારીખ 17 માર્ચ છે.

AISATS એર ઇન્ડિયા અને સિંગાપુર એરલાઇન્સનું સંયુક્ત ઉદ્યમ છે જેમાં બન્નેની સમાન ભાગીદારી છે. એઆઈસેટ્સ હવાઇ મથકો પર વિમાનોના ઊભા રહેવા અને તેના મેઇન્ટેનન્સ વગેરે સેવાઓ આપવામાં આવે છે. Air Indiaની ભાગીદારી એર ઇન્ડિયા ઇન્જિનિયરિંગ સર્વિસેઝ, એર ઇન્ડિયા એર ટ્રાન્સપોર્ટ સર્વિસેઝ અને એરલાઇન એલાઇડ સર્વિસેઝ એન્ડ હોટલ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયામાં પણ છે. બોલી દસ્તાવેજ પ્રમાણે, આ એકમોને એક અલગ કંપની એર ઇન્ડિયા એસેટ્સ હોલ્ડિંગ લિમિટેજ (AIAHL)માં પ્રક્રિયા ચાલું છે અને પ્રસ્તાવિત ભાગીદારીનું વેચાણ આમાં સામેલ નહીં કરવામાં આવે.

બોલી દસ્તાવેજ પ્રમાણે, વિનિવેશના પૂરા થવા સુદીમાં એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ પર 23,286 કરોડ રૂપિયાનું કરજ જળવાઇ રહેશે. બાકીનું કરજ AIAHLને ટ્રાન્સફર કરવામાં આવશે. એર ઇન્ડિયાની વિનિવેશ પ્રક્રિયાની લેવડદેવડની સલાહકાર કંપની EY છે. બોલી દસ્તાવેજો પ્રમાણે, વેંચવાલી માટે એફડીઆઇ પૉલિસીમાં કોઇ પણ ફેરફાર થયા નથી.

જણાવીએ કે બે વર્ષથી ઓછા સમયમાં એર ઇન્ડિયાને વેચવાનો આ સરકારનો બીજો પ્રયત્ન છે. ગયા વખતે સરકારનું એર ઇન્ડિયાને વેચવાનો પ્રયત્ન સફળ રહ્યો ન હતો. વર્ષ 2018માં સરકારે એર ઇન્ડિયા (Air India)માં 76 ટકા ભાગીદારી અને પ્રબંધકીય નિયંત્રણને ખાનગી હાથોમાં આપવા માટે નિવેદન જાહેર કરી હતી.

business news air india