મહેસૂલવૃદ્ધિ માટે જીએસટી પૅનલ પાંચ ટકાનો સ્લૅબ વધારીને 6 ટકા કરશે

08 December, 2019 11:48 AM IST  |  New Delhi

મહેસૂલવૃદ્ધિ માટે જીએસટી પૅનલ પાંચ ટકાનો સ્લૅબ વધારીને 6 ટકા કરશે

ગુડ્સ એન્ડ સર્વિસિસ ટૅક્સ

ગુડ્સ એન્ડ સર્વિસિસ ટૅક્સ પૅનલ માસિક મહેસૂલી આવકમાં ૧૦૦૦ કરોડ રૂપિયાનો વધારો કરવા માટે પાંચ ટકાનો સ્લૅબ વધારીને છ ટકા કરશે. ડિસેમ્બર મહિનાના મધ્ય ભાગમાં યોજાયેલી જીએસટી પૅનલની બેઠકમાં મહેસૂલવૃદ્ધિ માટે ઉપરોક્ત સ્લૅબ વધારવા ઉપરાંત અગાઉ જે વસ્તુઓ અને સેવાઓને વેલ્યુએડેડ ટૅક્સ અથવા પરચેઝ ટૅક્સ લાગુ કરવામાં આવતો હતો એ વસ્તુઓ અને સેવાઓને જીએસટી લાગુ કરવાની દરખાસ્તો પર વિચારણા કરવામાં આવશે.

મહેસૂલવૃદ્ધિ માટેની સૂચિત દરખાસ્તોમાં સિગારેટ્સ અને એરેટેડ ડ્રિન્ક્સના કમ્પેન્સેશન સેસમાં વૃદ્ધિ અને જીએસટી લાગુ કરતાં પૂર્વેના ગાળામાં જેના પર આંશિક રૂપે કરવેરા લાગુ કરાયા હતા એ વસ્તુઓ અને સેવાઓને એક્ઝમ્પ્શન લિસ્ટમાંથી હટાવવાનો સમાવેશ છે. સત્તાવાર માહિતી અનુસાર સરકારને પાંચ ટકાના સ્લૅબના માધ્યમથી પાંચ ટકા, ૧૮ ટકાના સ્લૅબ દ્વારા ૬૦ ટકા, ૧૨ ટકાના સ્લૅબ દ્વારા ૧૩ ટકા અને ૨૮ ટકાના સ્લૅબ દ્વારા બાવીસ ટકા મહેસૂલી આવક થાય છે.

business news goods and services tax