ભારતમાં છ વર્ષમાં પ્રથમ વખત વિદેશી મૂડીરોકાણનો પ્રવાહ ઘટ્યો

29 May, 2019 11:06 AM IST  |  નવી દિલ્હી

ભારતમાં છ વર્ષમાં પ્રથમ વખત વિદેશી મૂડીરોકાણનો પ્રવાહ ઘટ્યો

FDI

ટેલિકૉમ, ફાર્મા અને અન્ય ક્ષેત્રોમાં વિદેશી મૂડીરોકાણ મંદ પડતાં, નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ભારતમાં સીધું વિદેશી મૂડીરોકાણ (એફડીઆઇ) એક ટકો ઘટી ૪૪.૩૭ અબજ ડૉલર નોંધાયું હતું. છેલ્લાં છ વર્ષમાં પ્રથમ વખત ભારતમાં એફડીઆઇમાં ઘટાડો જોવા મળ્યો છે.

ડિપાર્ટમેન્ટ ઑફ પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી ઍન્ડ ઇન્ટર્નલ ટ્રેડના તાજેતરના આંકડા અનુસાર વર્ષ ૨૦૧૭-૧૮માં ભારતમાં કુલ ૪૪.૮૫ અબજ ડૉલરનું એફડીઆઇ આવ્યું હતું. વર્ષ ૨૦૧૨-૧૩માં યુપીએ શાસનમાં કૌભાંડ અને દેશની ચલણબજારમાં વિક્રમી નીચી સપાટીના કારણે રોકાણકારો ભારતથી દૂર ભાગી રહ્યા હતા. એ વર્ષે ભારતમાં એફડીઆઇ ૩૬ ટકા ઘટી ૨૨.૪૨ અબજ ડૉલર નોંધાયું હતું. આ પછી ભારતમાં દર વર્ષે એફડીઆઈ વધી રહ્યું હતું અને વર્ષ ૨૦૧૭-૧૮માં વિક્રમી સપાટીએ પહોંચ્યું હતું.

દેશમાં સૌથી વધુ એફડીઆઇ મહારાષ્ટ્ર રાજ્યમાં આવે છે. રાજ્યે પોતાનો અવ્વલ ક્રમ જાળવી રાખ્યો છે, પણ એફડીઆઇ ગત વર્ષના ૧૩.૪૨ અબજ ડૉલર સામે ઘટી ૧૧.૩૮ અબજ ડૉલર રહ્યું છે. ગુજરાતમાં પણ એફડીઆઇ ૨.૦૯ સામે ઘટી ૧.૮૦ અબજ ડૉલર નોધાયું છે. આ ઉપરાંત કર્ણાટક, તમિલનાડુમાં પણ એફડીઆઇમાં ઘટાડો થયો છે. સામે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં ૩૦ ટકા જેટલો વધારો થયો છે અને એવી જ રીતે આંધþ પ્રદેશમાં પણ એફડીઆઇ વધ્યું છે.

આ પણ વાંચો : જેટ ઍરવેઝ બંધ થવાનો સીધો ફાયદો ઇન્ડિગો, સ્પાઇસ જેટને

આકંડા અનુસાર ટેલિકૉમ ક્ષેત્રમાં વિદેશી મૂડીરોકાણ ૨૦૧૭-૧૮ના ૬.૨૧ અબજ ડૉલર સામે ૨૦૧૮-૧૯માં ઘટીને ૨.૬૭ અબજ ડૉલર થયું છે. કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં એફડીઆઈ ઘટી ૨૧.૩ કરોડ ડૉલર, ફાર્મામાં ૨૬.૬ કરોડ ડૉલર અને વીજળી ક્ષેત્રે ઘટીને ૧.૧ અબજ ડૉલર રહ્યું છે.

business news foreign direct investment