સેબી અને નાણાં ખાતું આમને-સામને

10 January, 2019 09:26 AM IST  | 

સેબી અને નાણાં ખાતું આમને-સામને

સેબી

બૉન્ડ-ઇન્વેસ્ટરોના રક્ષણ માટે લિસ્ટેડ તેમ જ અનલિસ્ટેડ કંપનીઓને ડિબેન્ચર રિડમ્પશન રિઝર્વ જાળવવાની જોગવાઈને નિયમન તંત્ર સેબી દૂર કરવા માગે છે, જે માટે સેબીએ તૈયાર કરેલી દરખાસ્તને નાણાં ખાતાએ રિજેકટ કરી દીધી છે. આ રિઝર્વના હેતુસર કંપનીઓને એમના નફાની પચીસ ટકા રકમ અલગ રાખી મૂકવાની ફરજ પડે છે. જો કંપની ડિબેન્ચર્સના પેમેન્ટમાં ડિફૉલ્ટ કરે તો આ રિઝર્વમાંથી નાણાં ચૂકવી શકાય. જોકે સેબી આ જોગવાઈ દૂર કરવા માગતું હતું, જે વિચારને નાણાં ખાતાએ નકારી દીધો છે.

પ્રાઇવેટ પ્લેસમેન્ટને મુક્તિ

જોકે NBFC અને નાણાસંસ્થાઓએ જો એ ફન્ડ પ્રાઇવેટ પ્લેસમેન્ટથી ઊભું કર્યું હોય તો એમને આ જોગવાઈ લાગુ નહીં પડે. સેબીએ ઇકૉનૉમિક અર્ફેસ ડિપાર્ટમેન્ટને કહ્યું હતું કે ‘આ રિઝવર્નીમ જોગવાઈ બૉન્ડમાર્કેટના હિતમાં નથી તેથી આ રિઝવર્ની્ જોગવાઈ હટાવી દેવી જોઈએ. આનાથી કંપનીઓનો ખર્ચ વધે છે, ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉત્પાદન કંપનીઓનું એમાં હિત નથી.’

આ પણ વાંચો : તેલ અને તેલીબિયાંને GSTમાફીનો નિર્ણય આજે લેવાશે?

સેબીની દલીલો

સેબીની દલીલ મુજબ આ જોગવાઈથી કંપનીના ઇશ્યુખર્ચમાં વધારો થાય છે. આ ઇશ્યુ લાવતી કંપનીઓ મોટા ભાગે પ્રાઇવેટ પ્લેસમેન્ટથી જ આ કામ કરે છે. જો નાણાસંસ્થાઓને મુક્તિ હોય તો કંપનીઓને કેમ નહીં? એવો સવાલ પણ ઉઠાવ્યો છે. જ્યારે નાણાં ખાતું કહે છે, ‘આનાથી કોઈ ખાસ ખર્ચવધારો થતો નથી. પચીસ ટકા રિઝર્વ રાખવાથી માત્ર ડિવિડન્ડ પેમેન્ટને થોડી અસર થાય છે, જ્યારે બૉન્ડધારકોને રક્ષાની ખાતરી મળે છે.’

sebi news