ફેસબુકને થયા 15 વર્ષ, આજે માર્કેટ વેલ્યુ છે 34 લાખ કરોડ રૂપિયા

04 February, 2019 07:35 PM IST  | 

ફેસબુકને થયા 15 વર્ષ, આજે માર્કેટ વેલ્યુ છે 34 લાખ કરોડ રૂપિયા

માર્ક ઝુકરબર્ગ (ફાઇલ ફોટો)

દુનિયાભરમાં 232 કરોડ યુઝરવાળી ફેસબુક (એફબી)એ સોમવારે 15 વર્ષ પૂરાં કરી લીઘા છે. તેની શરૂઆત કોલેજ સ્ટુડન્ટ્સના નેટવર્કિંગ માટે થઈ હતી. આજે આ 34 લાખ કરોડ રૂપિયાની કંપની છે. ફેસબુકના લોન્ચિંગના 2 વર્ષ પછી યાહૂએ તેને 7100 કરોડ રૂપિયામાં ખરીદવાની ઓફર આપી હતી, પરંતુ એફબીના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગને લાગ્યું કે યાહુએ વેલ્યુ ઓછી આંકી છે, એટલે ડીલ કરવાનો ઇન્કાર કરી દીધો હતો.

આ પણ વાંચો: FBએ યુઝર્સને એપ ઇન્સ્ટોલ કરવા પૈસા આપ્યા, પછી લીધો તેમનો અંગત ડેટા: રિપોર્ટ

ફેસબુકની હાલની વેલ્યુ આજે યાહૂની પેરેન્ટ કંપની વેરિઝોન કોમ્યુનિકેશન્સ કરતા બેગણ છે. વેરિઝોનની માર્કેટ કેપ 16 લાખ કરોડ રૂપિયા છે. તેણે 2017માં યાહૂને 34,080 કરોડ રૂપિયામાં ખરીદી લીધી હતી.