ફ્રાન્સસ્થિત FM લૉજિસ્ટિક ભારતમાં 1000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે

16 March, 2019 10:43 AM IST  | 

ફ્રાન્સસ્થિત FM લૉજિસ્ટિક ભારતમાં 1000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે

પ્રતીકાત્મક તસવીર

કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર જીન ક્રિસ્ટોફર માશેએ કહ્યું હતું કે ભારતમાં લાંબા ગાળાના વિકાસની દૃષ્ટિએ વ્યૂહાત્મક રોકાણ કરવાનો પ્લાન છે. વેરહાઉસ બનાવવા માટે ચાર મહાનગરો સહિત પાંચ શહેરોમાં કામકાજ શરૂ કરવાનો વિચાર છે.

આ રોકાણ માટેનાં નાણાં ક્યાંથી ભેગાં કરાશે એ વિશે પુછાતાં તેમણે કહ્યું હતું કે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય નાણાકીય સહયોગીઓ પાસેથી નાણાં લેવામાં આવશે તથા પોતાની ઇક્વિટીનો પણ ઉપયોગ કરવામાં આવશે.

અહીં જણાવવું રહ્યું કે ૨૦૧૬માં આ કંપની પુણેસ્થિત સ્પિયર લૉજિસ્ટિક્સને હસ્તગત કરીને ભારતમાં પ્રવેશી હતી. એણે મુંબઈમાં દેશનું પ્રથમ મલ્ટિ-ક્લાયન્ટ વેરહાઉસ શરૂ કર્યું છે. ત્યાર બાદ દિલ્હીના નૅશનલ કૅપિટલ રીજનમાં બીજું આવું વેરહાઉસ ખોલવામાં આવશે. એમાં આવતા મહિનાથી કામકાજ શરૂ થવાની ધારણા છે. એણે ગુરુગ્રામ નજીક ૩૧ એકર જમીન હસ્તગત કરી છે.

આ પ્રોજેક્ટ્સ મારફત આગામી ૧૨ મહિનામાં ૫૦૦ રોજગારોનું સર્જન કરવાનો પ્લાન પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

france india