IL&FS કટોકટી : સરકાર રિઝર્વ બૅન્ક પાસેથી ખાસ રાહતની માગણી કરશે

23 January, 2019 11:43 AM IST  | 

IL&FS કટોકટી : સરકાર રિઝર્વ બૅન્ક પાસેથી ખાસ રાહતની માગણી કરશે

IL&FS ગ્રુપ

કટોકટીમાં સપડાયેલા IL&FS ગ્રુપની અસ્ક્યામતો મારફત ભંડોળ એકત્ર કરવાના પ્રયત્નો ચાલી રહ્યા છે ત્યારે આ ગ્રુપની કંપનીઓને આપવામાં આવેલી બૅન્ક-લોનો માટેના પ્રોવિઝનિંગને પાછળ ઠેલવાની ખાસ સવલત આપવામાં આવે એવી માગણી સાથે સરકાર ટૂંક સમયમાં રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)નો સંપર્ક કરશે.

91,000 કરોડ રૂપિયાથી અધિકનું દેવું ધરાવતું આ વૈવિધ્યપૂર્ણ ગ્રુપ કટોકટીમાં સપડાતાં એની કેટલીક કંપનીઓ લોનોની ચુકવણી કરવામાં નિષ્ફળ રહી હતી. અંતે કૉર્પોરેટ મંત્રાલયે એના ર્બોડને સુપરસીડ કર્યું હતું.

માહિતગાર સાધનોના જણાવ્યા પ્રમાણે IL&FSની અસ્ક્યામતોને વેચવાના પ્રયત્નો ચાલી રહ્યા છે અને આગામી ચારથી પાંચ મહિનામાં આ ગ્રુપ કટોકટીમાંથી બહાર આવી જાય એવી સંભાવના છે. આ પશ્વાદ્ભૂમાં મંત્રાલય ટૂંક સમયમાં RBI પાસે IL&FS ગ્રુપની કંપનીઓની લોન્સ સામેના પ્રોવિઝનિંગને પાછળ ઠેલવાની રાહતની માગણી કરશે.

RBI બૅન્કોની નૉન-પર્ફોર્મિંગ ઍસેટ્સ માટેનાં કડક ધોરણો ધરાવે છે અને જો એ રાહત આપશે તો સરકારને IL&FS ગ્રુપની સમસ્યા ઉકેલવાનો અધિક સમય મળી રહેશે.

સાધનોએ કહ્યું હતું કે સરકારે IL&FS ગ્રુપની કેટલીક સબસિડિયરીઓ ઓળખી કાઢી છે, જેમનાં એસ્ક્રો અકાઉન્ટમાં પર્યાપ્ત ફન્ડ્સ છે પરંતુ એમના કરજની ફરજો અદા કરી શકતી નથી. સરકાર સ્પેશ્યલ રાહત મેળવવા વર્તમાન સ્થિતિ ઉપરાંત IL&FSની કેટલીક કંપનીઓનાં એસ્ક્રો એકાઉન્ટમાં ઉપલબ્ધ રકમની પણ રજૂઆત કરશે એમ સૂત્રોએ ઉમેર્યું હતું.

મંગળવારે મંત્રાલયે ગ્રુપ ખાતેની સમસ્યાને ઉકેલવામાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી.

IL&FS ગ્રુપમાં એક્સપોઝર : છ મ્યુચ્યુઅલ ફન્ડ સ્કીમનું રેટિંગ ડાઉનગ્રેડ

IL&FS ગ્રુપની એન્ટિટીઝને નાણાં ધીર્યાં હોવાને લીધે રેટિંગ એજન્સી ઇકરાએ છ મ્યુચ્યુઅલ ફન્ડ્સ સ્કીમનાં રેટિંગને નિરીક્ષણ હેઠળ મૂકીને ડાઉનગ્રેડ કર્યાં છે.

નિરીક્ષણ હેઠળ મુકાયેલી સ્કીમમાં HDFCના શૉર્ટ ટર્મ ડેટ ફન્ડ અને બૅન્કિંગ તથા PSU ડેટ ફન્ડ્સ, UTIના બૅન્કિંગ અને PSU ડેટ ફન્ડ, બૉન્ડ ફન્ડ, ડાયનેમિક બૉન્ડ ફન્ડ, આદિત્ય બિરલા સન લાઇફ શૉર્ટ ટર્મ ઑપોર્ચ્યુનિટીઝ ફન્ડનો સમાવેશ થતો હોવાનું ઇકરાના નિવેદનમાં જણાવાયું છે.

આ પણ વાંચો : અનિલ અંબાણી સામેની અદાલતના તિરસ્કારની અરજીની સુનાવણી 25 ફેબ્રુઆરી

આ ફન્ડ્સે ઉક્ત ગ્રુપના સ્પેશ્યલ પર્પઝ વેહિકલ્સમાં એક્સપોઝર રાખ્યું હતું એને કારણે એની ક્રેડિટની ગુણવત્તા ઘટી ગઈ હોવાથી રેટિંગને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યું છે એમ જણાવતાં ઇકરાએ કહ્યું છે કે ‘આ સ્કીમ્સ હઝારીબાગ રાંચી એક્સપ્રેસવે, ઝારખંડ રોડ પ્રોજેક્ટ્સ ઇમ્પ્લીમેન્ટેશન કંપની અને જોરાબાટ શિલોંગ એક્સપ્રેસવેમાં એક્સપોઝર ધરાવે છે.’

reserve bank of india