જેટ એરવેઝના પૂર્વ ચેરમેન નરેશ ગોયલના ઘર અને ઓફિસ પર EDના દરોડા

23 August, 2019 07:54 PM IST  | 

જેટ એરવેઝના પૂર્વ ચેરમેન નરેશ ગોયલના ઘર અને ઓફિસ પર EDના દરોડા

 એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ જેટ એરવેઝ મામલે મુંબઈ અને દિલ્હીમાં ઘણી જગ્યાએ દરોડા પાડ્યા છે. જેટ એરવેઝ ફાઉન્ડર અને પૂર્વ ચેરમેન નરેશ ગોયલના ઘર અને ઓફિસ સહિત ઘણા સ્થળોએ દરોડા પાડ્યા હતા અને તપાસ કરવામાં આવી હતી.આ પહેલા પણ જેટ એરવેઝના પૂર્વ ચેરમેન નરેશ ગોયલની ગુરુવારે સિરીયસ ફ્રોડ ઈન્વેસ્ટિગેશન ઓફિસે(SFIO) પુછપરછ કરી હતી. આધિકારિકૃ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જેટ એરવેઝમાં 18 હજાર કરોડના કથિત ફ્રોડ કેસમાં આ પુછપરછ કરવામાં આવી હતી. જેટ એરવેઝની હાલત ખરાબ અને કંપની કંગાળ હાલમાં છે.

કોર્પોરેટ મામલાઓના મંત્રાલયે જેટ એરવેઝના કેસમાં SFIOના તપાસના આદેશ જુલાઈમાં આપ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે જેટ એરવેઝમાં મોટા પાયે છેતરપિંડી કરવામાં આવી છે. મોટા પાયે થયેલી છેતરપિંડી બાદ આ આદેશ આપવામાં આવ્યા છે.

પૈસાની તંગીના કારણે 17 એપ્રિલ પછી પોતાનું સંચાલન અટકાવ્યું હતું. 17 એપ્રિલ પછી જેટ એરવેઝની એક પણ ફ્લાઈટે ઉડાન ભરી નહી. આ પહેલા માર્ચમાં ગોયલે એરલાઈનના ચેરમેન પદ પરથી પણ રાજીનામું આપ્યું હતું.

jet airways gujarati mid-day