નકલી ઉત્પાદનોથી દેશને દર વર્ષે 1 લાખ કરોડનું નુક્સાનઃASPA

11 August, 2019 06:57 PM IST  |  દિલ્હી

નકલી ઉત્પાદનોથી દેશને દર વર્ષે 1 લાખ કરોડનું નુક્સાનઃASPA

નકલી ઉત્પાદનો ફક્ત ગ્રાહકોને જ નહીં પરંતુ દેશને પણ નુક્સાન કરી રહ્યા છે. ઓથેન્ટિકેશન સોલ્યુશન પ્રોવાઈડેડ એસોસિયેશનના કહેવા પ્રમાણે નકલી ઉત્પાદનોને કારણે દેશને દર વર્ષે કુલ 1 લાખ કરોડથી વધુનું નુક્સાન થઈ રહ્યું છે. આ એસોસિયેશનનું કહેવું છે કે આ નુક્સાન ઓછું કરવા માટે અને નકલી પ્રોડક્ટ વિશે જાગૃતિ લાવવા, નજર રાખવા અને આ ઉત્પાદનોને પહોંચી વળવા ઉપાય શોધવાની જરૂર છે.

ઓથેન્ટિકેશન સોલ્યુશન પ્રોવાઈડેડ એસોસિયેશનમાં કુલ 60 સબ્યો છે. ઓથેન્ટિકેશન સોલ્યુશન પ્રોવાઈડેડ એસોસિયેશનના અધ્યક્ષ નકુલ પાસરિચાએ ન્યૂઝ એજન્સી PTI સાથે વાતચીત કરતા કહ્યું,'દેશને નકલી પ્રોડ્ક્ટ્સના કારમએ દર વર્ષે 1.05 લાખ કરોડનું નુક્સાન થાય છે. ઓથેન્ટિકેશન, જાગૃતિ અને ચકાસણી યોગ્ય રીતે કરીને જો 50 ટકા રોક પણ લગાવવામાં આવે તો દેશને દર વર્ષે 50 હજાર કરોડની બચત થઈ શકે છે.'

ઓથેન્ટિકેશન સોલ્યુશન પ્રોવાઈડેડ એસોસિયેશન બ્રાન્ડ, આવક, અને દસ્તાવેજનોની સુરક્ષા માટે ઓથેન્ટિકેશન ટેક્નિક અને સમાધાન પર ભાર મૂકી રહ્યું છે. આ નકલી ઉત્પાદનોમાં સૌથી વધુ નુક્સાન દવાના ક્ષેત્રને થયું છે. ASPAના અધ્યક્ષ પાસરિચાએ તેનો ઉલ્લેખ કરતા કહ્યું કે સરકારે આ દિશામાં કડક પગલાં લેવાની જરૂર છે.

business news