દિલ્હી એરપોર્ટ પર હવે તમને પણ મળશે VIP ટ્રીટમેન્ટ, બસ કરો આટલું

05 May, 2019 05:17 PM IST  |  દિલ્હી

દિલ્હી એરપોર્ટ પર હવે તમને પણ મળશે VIP ટ્રીટમેન્ટ, બસ કરો આટલું

દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ ટુ પર એવા મુસાફરોને વીઆઈપી ટ્રિટમેન્ટ મળશે, જેમની પાસે માત્ર હેન્ડ બેગેજ હશે. એરપોર્ટ ઓથોરિટીએ લોકો ઓછા સામાન સાથે મુસાફરી કરે તેના માટે આ નિર્ણય કર્યો છે. આ નિર્ણય અંતર્ગત જે મુસાફરો પાસે ચેક ઈન લગેજ નહીં હોય તેમને એક્સપ્રેસ ચેક ઈનની સુવિધા મળશે. આ સુવિધા અંતર્ગત તેમને બીજા મુસાફરો સાથે લાઈનમાં નહીં ઉભા રહેવું પડે.

આગામી મહિનાથી થશે શરૂઆત

આ રીતે મુસાફરો લાઈનમાં ઉભા રહ્યા વિના જ સિક્યોરિટી ચેકમાંથી પસાર થઈને સીધા જ પ્લેન સુધી પહોંચી શકે છે. આગામી મહિને દિલ્હીના IGI એરપોર્ટ પર આ સુવિધા શરૂ થઈ શખે છે. IGI એરપોર્ટના અધિકારીના કહેવા પ્રમાણે આ એક્સપ્રેસ વે માટે ટર્મિનલ 2ના ગેટ નંબર એક પાસેની જગ્યા નક્કી કરાઈ છે. અહીં ફક્ત હેન્ડ બેગ વાળા મુસાફરો માટે અલગ કોરિડોર બનાવવામાં આવશે. આ એક્સપ્રેસ વેથી જનાર મુસાફરો પાસે બોર્ડિંગ પાસ હોવો જરૂીર છે. જેથી તેમને કાયોસ્કની લાઈનમાં પણ ન ઉભા રહેવું પડે. આ રીતે મુસાફરો કોઈ પણ લાઈનમાં ઉભા રહ્યા વિના સીધા જ પ્લેન સુધી પહોંચી શકે છે.

હૈદરાબાદ એરપોર્ટ પર ચાલે છે સર્વિસ

આ પહેલા આવી સુવિધા હૈદરાબાદ એરપોર્ટ પર શરૂ કરાઈ ચૂકી છે. જેનો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. હૈદરાબાદ બાદ હવે આ સુવિધા દિલ્હી એરપોર્ટ પર પણ શરૂ કરવામાં આવશે. ટર્મિનલ ટુથી ગો એર, સ્પાઈસ જેટ અને ઈન્ડીગો જેવી લો ફૅર એરલાઈન્સ ઓપરેટ થાય છે. આગામી દિવસોમાં આ સર્વિસ ટર્મિનલ 1 અને 3 પર પણ શરૂ થાય તેવી શક્યતા છે.

આ પણ વાંચોઃ જેટ એરવેઝને મુશ્કેલીમાંથી બહાર કાઢવા આગળ આવ્યું 'રોજા'

મનાઈ રહ્યું છે કે એક્સપ્રેસ ચેક ઈન સુવિધાને કારણે એરપોર્ટ પર ચેક ઈનમાં ભીડ ઓછી થશે. એક સર્વે પ્રમાણે દિલ્હી એરપોર્ટથી મુસાફરી કરનાર 40 ટકા મુસાફરો પાસે ચેક ઈન બેગેજ નથી હોતો. આવા મુસાફરોને એક્સપ્રેસ ચેક ઈનની સુવિધા મળવાથી ટર્મિનલ પર ભીડ ઓછી થઈ જશે.

delhi national news news