મોદી કૌભાંડમાંથી બહાર આવી PNB, Q3માં બેંકનો 247 કરોડનો નફો

05 February, 2019 03:02 PM IST  |  બિઝનેસ ડેસ્ક

મોદી કૌભાંડમાંથી બહાર આવી PNB, Q3માં બેંકનો 247 કરોડનો નફો

ફાઇલ ફોટો

પંજાબ નેશનલ બેંક (પીએનબી) લગભગ 14,000 કરોડ રૂપિયાના કૌભાંડમાંથી ઉગરવામાં સફળ રહી છે. ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં બેંક લોકોને ચોંકાવીને જબરદસ્ત નફો મેળવ્યો છે.

ડિસેમ્બર ક્વાર્ટરમાં પીએનબીએ 246.5 કરોડ રૂપિયાનો નફો મેળવ્યો છે. ગયા વર્ષના આ જ ક્વાર્ટરની સરખામણીએ તે 7 ટકા વધારે છે, જ્યારે બેંકે 230 કરોડ રૂપિયાનો લાભ મેળવ્યો હતો.

પીએનબી કૌંભાંડનો મુખ્ય આરોપી નીરવ મોદી અને મેહુલ ચોક્સી દેશમાંથી ફરાર થઈ ચૂક્યા છે, જેમનું પ્રત્યર્પણ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

સપ્ટેમ્બર ક્વાર્ટરની સરખામણીએ બેંકના એનપીએમાં ઘટાડો થયો છે. ડિસેમ્બરમાં બેંકની ગ્રોસ એનપીએ (નોન-પર્ફોર્મિંગ અસેટ્સ) ઘટીને 1.33 ટકા થઈ ગઈ છે, જે ગયા ક્વાર્ટરમાં 17.16 ટકા હતી. ગયા વર્ષના આ જ ક્વાર્ટરમાં આ આંકડો 12.11 ટકા રહ્યો હતો.

આ પણ વાંચો: બજાર લાલ નિશાનમાં, સેન્સેક્સ 45 અંક તૂટ્યો

ડિસેમ્બર ક્વાર્ટરમાં બેંકે 2753.84 કરોડ રૂપિયાના દેવાંનું પ્રોવિઝનિંગ કર્યું, જે સપ્ટેમ્બર ક્વાર્ટરની સરખામણીએ અતિશય ઓછું છે. સપ્ટેમ્બરમાં બેંકે 9757.90 કરોડ રૂપિયાના દેવાંનું પ્રોવિઝનિંગ કર્યું હતું.

Nirav Modi