તાતા વિવાદ: સાયરસ મિસ્ત્રીની નૉમિની ડિરેક્ટરના પદ પર નિયુક્તિ થઈ શકે છે

28 December, 2019 02:32 PM IST  |  Mumbai

તાતા વિવાદ: સાયરસ મિસ્ત્રીની નૉમિની ડિરેક્ટરના પદ પર નિયુક્તિ થઈ શકે છે

સાયરસ મિસ્ત્રી

સાયરસ મિસ્ત્રી તાતા સન્સના ચૅરમૅન અને તાતા ગ્રુપની ૩ અન્ય કંપનીઓના બોર્ડમાં સામેલ થવા ઇચ્છતા નથી. અહેવાલો પ્રમાણે મિસ્ત્રીની નૉમિની ડિરેક્ટર તરીકે નિયુક્ત થઈ શકે છે જેથી કૉર્પોરેટ ગવર્નન્સ વધારે સારું થઈ શકે. મિસ્ત્રીને ઑક્ટોબર ૨૦૧૬માં તાતા સન્સના ચૅરમૅનપદ પરથી હટાવાયા હતા બાદમાં ગ્રુપની ત્રણ કંપનીઓના બોર્ડમાંથી પણ રાજીનામું આપવું પડ્યું હતું. નૅશનલ કંપની લૉ અપેલેટ ટ્રીબ્યુનલે ૧૮ ડિસેમ્બરે મિસ્ત્રીની તરફેણમાં ચુકાદો આપી તેમની ફરી વખત નિમણૂક કરવા આદેશ કર્યો હતો.
નૅશનલ કંપની લૉ અપેલેટ ટ્રીબ્યુનલના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવા માટે તાતા સન્સને ૪ સપ્તાહનો સમય મળ્યો હતો. અહેવાલ પ્રમાણે સુપ્રીમ કોર્ટ પણ મિસ્ત્રીના પક્ષમાં ચુકાદો આપે તો પણ મિસ્ત્રી ચૅરમૅન બને એવી શક્યતા નથી, કારણ કે તેઓ જાતે જ સચ્છતા નથી. ચૅરમૅનપદ પર તેમનો કાર્યકાળ પાંચ મહિના જ બાકી રહ્યો છે.

business news