નાણાકીય મુશ્કેલીના ચાલતા RBIએ ક્રેડિટ રેટિંગ કંપનીઓની ટીકા કરી

09 March, 2019 10:21 AM IST  | 

નાણાકીય મુશ્કેલીના ચાલતા RBIએ ક્રેડિટ રેટિંગ કંપનીઓની ટીકા કરી

ગવર્નર શક્તિકાંત દાસ

ખાસ કરીને ILFSના કિસ્સામાં જે થયું એને કારણે RBIએ વિવિધ કંપનીઓમાંની નાણાકીય મુશ્કેલીઓ પારખવામાં નિષ્ફળ જવા બદલ ક્રેડિટ રેટિંગ કંપનીઓની આકરી ટીકા કરી હતી.

ગુરુવારે મધ્યસ્થ બૅન્કના ગવર્નર શક્તિકાંત દાસ અને ડેપ્યુટી ગવર્નર્સે ટોચની ક્રેડિટ રેટિંગ્સ કંપનીઓના અધિકારીઓની સાથેની મીટિંગમાં રેટિંગ એજન્સીઓની ક્રેડિટ રિસ્કનું આકલન કરવાની અને સમયસર પગલાં લેવાની અસમર્થતા પ્રતિ ચિંતા વ્યક્ત કરી હતી.

RBIએ કહ્યું કે રેટિંગ્સ ભાવિ સૂચક હોવાં જોઈએ, પરંતુ તે હંમેશાં પાછળ રહે છે. તાજેતરના મહિનાઓમાં અચાનક રેટિંગ્સ ડાઉનગ્રેડ કરાવવાને પગલે રોકાણકારો અને બૅન્કોને મોટું નુકસાન થયું છે. જોકે આ અંગે RBIને પૂછપરછ કરવામાં આવી તેનો કોઈ ઉત્તર તેણે વાળ્યો નહોતો.

ILFS ગ્રુપ કે જેણે બૅન્કો, મ્યુચ્યુઅલ ફંડ્સ અને પ્રોવિડન્ટ ફંડ પાસેથી લીધેલી લોનોની ચુકવણીમાં ડિફૉલ્ટ કર્યો તેને પગલે ક્રેડિટ રેટિંગ એજન્સીઓ ટીકાનો ભોગ બની રહી છે. ડિફૉલ્ટ્સને પગલે મ્યુચ્યુઅલ ફંડની નેટ ઍસેટ વૅલ્યુઝમાં ઘટાડો થયો છે. આ કટોકટી પછી અન્ય નૉન-બૅન્કિંગ ફાઇનાન્સ કંપનીઓમાં પ્રસરી હતી.

સિસ્ટમમાં કુલ નૉન-પર્ફોર્મિંગ ઍસેટ્સ (NPA)ના એક તૃતીયાંશ NPAનું સર્જન રોકાણપાત્ર ગ્રેડના રેટિંગ્સમાંથી સર્જા‍ય છે, એમ RBIએ કહ્યું હતું એમ ઉપસ્થિત એક અધિકારીએ જણાવ્યું હતું.

બૅન્કિંગ સિસ્ટમમાં આશરે ૧૨ લાખ કરોડની ઋણગ્રસ્ત અસ્ક્યામતો હોવાનું કહી દાસે દેશની ક્રેડિટ રેટિંગ એજન્સીઓમાં હિતોના ટકરાવ પ્રતિ ચિંતા વ્યક્ત કરી હતી. ભારતમાં રેટિંગ એજન્સીઓ ક્રેડિટ રેટિંગ ઉપરાંત માર્કેટ રિસર્ચ, ટ્રેઇનિંગ, રિસ્ક સૉલ્યુશન્સ આદિ પ્રવૃત્તિ કરે છે, તેવું વિદેશોમાં નથી. આના પગલે એક જ એજન્સી એક જ સિક્યૉરિટીના સેટ માટે રેટિંગ પણ આપે છે અને વૅલ્યુએશન અંગેના અભિપ્રાયો પણ આપે છે.

reserve bank of india