ઉબર ઇટ્સ ઇન્ડિયાની સંપૂર્ણ ડિલીવરી હવે ઝોમેટો પાસે

21 January, 2020 03:28 PM IST  |  Mumbai Desk

ઉબર ઇટ્સ ઇન્ડિયાની સંપૂર્ણ ડિલીવરી હવે ઝોમેટો પાસે

કૅબ સર્વિસ પ્રોવાઇડર ઉબરે પોતાનો ભારતમાં ચાલતો ઓનલાઇન ફુડ ડિલીવરી બિઝનેસ લોકલ સ્પર્ધક ઝોમેટોને વેચ્યો છે. આ વેચાણનાં વળતરમાં ઉબરે ચીનનાં એન્ટ ફાઇનાન્સિયલનાં સ્ટાર્ટઅપમાં 9.99 ટકા ભાગીદારી મેળવી છે. આ પગલું ભરીને ઉબરે પોતાને ગીચતા અને સ્પર્ધાથી ભરપુર માર્કેટમાંથી દૂર કરી લઇને ફુડ ડિલીવરી બિઝનેસનાં ક્ષેત્રે આગળ ધપવાની ભાંજગડમાંથી મુક્તિ મેળવી લીધી છે.

ઝોમેટો માટે આ ઓલ સ્ટૉક સોદાના પગલે ભારતમાં ફુડ ડિલીવરી માર્કેટમાં સડસડાટ શીખરે પહોંચવાની શક્યતાઓ હવે હાથવગી જ છે. આ ડીલને કારણે હવે ઝોમેટો, સ્વીગી જેવી સ્પર્ધક ફુડ ડિલીવરી સર્વિસથી આગળ નિકળી જશે. સ્વીગીમાં ચીનનાં ટેનસેન્ડ હોલ્ડીંગનું રોકાણ છે. અલીબાબા સાથે જોડાયેલ એન્ટ ફાઇનાન્સિયલ પાસેથી નાણાં ભંડોળ મેળવ્યા પછી ઝોમેટોનું મૂલ્ય અંદાજે 21,300 કરોડ , એટલે કે લગભગ 3 બિલિયન ડૉલર્સ જેટલું થયું છે. ઝોમેટોનાં અધિકારીઓએ જણાવ્યા અનુસાર ઉબર ઇટ્સ ઇન્ડિયા જલ્દી જ પોતાની કામગીરી બંધ કરીને રેસ્ટોરન્ટ્સ, ડિલીવરી પાર્ટનર્સ અને ગ્રાહકોને ઝોમેટો તરફ ડાયરેક્ટ કરશે.

ઉબરનાં ચિફ એક્ઝીક્યુટીવ ઑફિસર દારા ખોસ્રોવશાહીએ કહ્યું કે, “ઉબર માટે ભારત બહુ જ અગત્યનું માર્કેટ છે અને અમે અમારા સ્થાનિક રાઇડ્ઝ બિઝનેસને વિસ્તારમાં રોકાણ કરવાનું ચાલુ રાખીશું.”

આ પણ વાંચો : Would be Mother Kalki Koechlinની રૅર અને બ્યૂટિફુલ તસવીરો

ઉબર ઇટ્સ ઇન્ડિયા, વૈશ્વિક સ્તરે બિઝનેસનાં કુલ બુકિંગનાં ત્રણ ટકા જેટલો હિસ્સો ધરાવતું હતું પણ 2019નાં પહેલા ત્રણ ક્વાટરમાં તેણે ખોટ ખાધી અને આ નિર્ણય લેવાયો. ઉબર ઇટ્સની સેવાઓ આ વર્ષની શરૂઆતમાં દક્ષિણ કોરિયામાંથી પણ પાછી ખેંચી લેવાઇ પણ બાંગ્લાદેશ અને શ્રીલંકામાં તેની કામગીરી ચાલુ રહેશે.

ભારતનાં ફુડ ડિલીવરી માર્કેટમાં આ પહેલુ મોટું એક્વેઝીશન છે. આ મહીનાની શરૂઆતમાં ડચ કંપની ટેકઅવે.કોમએ ઇનવેસ્ટેમેન્ટ કંપની પ્રોસુસની મદદથી બ્રિટનની જસ્ટ ઇટ્સને 6.2 બિલિયન પાઉન્ડ્ઝમાં ખરીદી. ડિસેમ્બરમાં જર્મનીની ડિલીવરી હિરો કંપનીએ સાઉથ કોરિયાની પ્રખ્યાત વુવા બ્રધર્સ ફુડ ડિલીવરી એપ્પ ચાર બિલિયન ડૉલર્સમાં ખીરીદી. © Thomson Reuters 2020

uber national news business news