સેન્ચુરી ટેક્સટાઇલ્સનો ચોખ્ખો નફો 227.62 કરોડ થયો

04 May, 2019 01:43 PM IST  | 

સેન્ચુરી ટેક્સટાઇલ્સનો ચોખ્ખો નફો 227.62 કરોડ થયો

સેન્ચુરી ટેક્સટાઇલ્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો માર્ચ, 2019માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો પાછલા વર્ષના સમાન ગાળાના 108.69 કરોડ રૂપિયાથી વધીને 227.62 કરોડ રૂપિયા થયો છે. કુલ આવક 993.32 કરોડ રૂપિયાથી વધીને 1008.54 કરોડ થઈ છે. કુલ ખર્ચ 765.38કરોડ રૂપિયા થયો છે, એમ કંપનીએ રેગ્યુલેટરી ફાઈલિંગમાં જણાવ્યું હતું.

કંપનીએ કહ્યું છે કે, કંપનીનીનું નાણાકીય પરિણામ તેના પાછલા વર્ષના સમાનગાળા સાથે તુલનાપાત્ર નથી, કારણ કે તેમાં કંપનીના વિસ્કોઝ ફિલામેન્ટ યાર્ન વેપારને ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝને 15 વર્ષ માટે ચલાવવા આપ્યો છે તે સામે મળેલી 600 કરોડ રૂપિયાની એકસામટી રકમનો સમાવેશ થાય છે.

24 ઑક્ટોબર, 2018ના રોજ કંપનીએ તેના સિમેન્ટના વેપારના ડીમર્જર માટે શૅરધારકોની મંજૂરી પ્રાપ્ત કરી હતી, જેમાં 3,000 કરોડ રૂપિયાના અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ સાથેના શૅરસ્વોપ સોદાનો સમાવેશ થતો હતો. આથી સિમેન્ટ વેપારની અસ્ક્યામતો અને જવાબદારીઓને વહેંચણીપાત્ર અસ્ક્યામતો તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે અને તેની કામગીરીના પરિણામને બંધ કરવામાં આવેલા કામકાજ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે. 

આ પણ વાંચો: ઇન્ડિયન હોટેલ્સ લિમિટેડે જાહેર કર્યું 50 ટકા ડિવિડંડ

આ સ્કીમને હજી નૅશનલ લૉ ટ્રિબ્યુનલની મંજૂરી મળવાની બાકી છે. કંપનીએ બીએસઈમાં કરેલા અન્ય એક રેગ્યુલેટરી ફાઈલિંગમાં જણાવ્યું હતું કે ર્બોડની શુક્રવારે યોજાયેલી મીટિંગમાં ઇક્વિટી શૅરો પર ગત નાણાકીય વર્ષ માટે 10 રૂપિયાના પ્રતિ શૅરદીઠ 7.50 રૂપિયાનું ડિવિડંડ આપવાની ભલામણ થઈ છે. તેની પહેલાંના વર્ષે 6.5 રૂપિયા ડિવિડંડ અપાયું હતું.