ઇન્ડિયન હોટેલ્સ લિમિટેડે જાહેર કર્યું 50 ટકા ડિવિડંડ

May 04, 2019, 11:21 IST

દક્ષિણ એશિયાની સૌથી મોટી હૉસ્પિટાલિટી કંપની ઇન્ડિયન હોટેલ્સ લિમિટેડે 31 માર્ચ, 2109ના રોજ પૂરા થયેલા ચોથા ત્રિમાસિક ગાળા અને નાણાકીય વર્ષ માટેનાં નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે.

ઇન્ડિયન હોટેલ્સ લિમિટેડે જાહેર કર્યું 50 ટકા ડિવિડંડ

દક્ષિણ એશિયાની સૌથી મોટી હૉસ્પિટાલિટી કંપની ઇન્ડિયન હોટેલ્સ લિમિટેડે 31 માર્ચ, 2109ના રોજ પૂરા થયેલા ચોથા ત્રિમાસિક ગાળા અને નાણાકીય વર્ષ માટેનાં નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે. કંપનીના ર્બોડ ઑફ ડિરેક્ટર્સે 50 ટકા એટલે કે શૅરદીઠ 50 પૈસાના ડિવિડંડની ભલામણ કરી છે. આની પહેલાંનાં બે વર્ષમાં 40 ટકા અને 35 ટકા ડિવિડંડ અપાયું હતું.

કંપનીના એમડી અને સીઈઓ પુનિત ચટવાલે જણાવ્યા મુજબ કંપની ભારતમાં તથા લંડન, મક્કા, કાઠમંડુ અને દુબઈ જેવાં મુખ્ય આંતરરાષ્ટ્રીય બજારોમાં 3,200થી વધારે રૂમ ધરાવે છે. ચાલુ નાણાકીય વર્ષમાં કંપનીએ પાંચ હોટેલ્સ ખોલી હતી અને હવે દર મહિને એક હોટેલ ખોલવાની સારી સ્થિતિમાં છે. ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડે 22 હોટેલ્સ સાથે સમજૂતી કરી હતી તથા 18 મૅનેજમેન્ટ કૉન્ટ્રૅક્ટ અને ચાર ઑપરેટિંગ લીઝ મારફતે 3,200 કરતાં વધુ રૂમ્સની સેવા આપી હતી.

આ પણ વાંચો: ગોદરેજ પ્રૉપર્ટીઝનો ચોખ્ખો નફો 157 કરોડ રૂપિયા થયો

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK