સાઈબર અટેક્સના કારણે 30 બિલિયન ડોલરનું નુકસાન!

10 July, 2019 06:20 PM IST  | 

સાઈબર અટેક્સના કારણે 30 બિલિયન ડોલરનું નુકસાન!

સાઈબર અટેક્સના કારણે 30 બિલિયન ડોલરનું નુકસાન

સાઈબર અટેક્સ આપણી માટે ઘણા નુકસાનકારક નીવડે છે. એક રિપોર્ટ અનુસાર બહાર આવ્યું છે કે, દુનિયાભરમાં 2018માં 20 લાખ સાઈબર અટેક્સનું અનુમાન લગાવવામાં આવ્યું છે અને આ સાઈબર અટેક્સના કારણે 45 બિલિયન ડોલરનુ નુકસાન થયુ છે. સાઈબર અટેક્સ મામલે Ransomeware છે. ઈન્ટરનેટ સોસાયટીની ઓનલાઈન ટ્રસ્ટ અલાયન્સે સાઈબર ઈન્સિડેન્ટ અને બ્રીચ ટ્રેડ રિપોર્ટ જાહેર કરી છે. આ રિપોર્ટ અનુસાર રેન્સમવેર અટેક્સ સતત કિમિનલ્સ માટે ફેવરેટ બની રહ્યું છે એટલું જ નહી રેન્સમવેર 60 ટકા સુધી ફાયનાન્સિયલ ઈમ્પેક્ટ થયા છે.

આ અટેકમાં બિઝનેસ ઈ-મેલ સૌથી વધારે પ્રભાવિત છે, ક્રિપ્ટોજૈકિંગ ટ્રિપલ કરતા પણ વધારે થઈ ગઈ છે.OTAની આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સપ્લાઈ ચેન અટેક, બિઝનેસ ઈ-મેઈલ કોમ્પ્રોમાઈઝ જેવા સાઈબર અટેક્સ વધારે થયા છે અને આવા કિસ્સામાં વધારો થઈ રહ્યો છે જેમાં રેન્સમવેર અટેક્સ પણ છે. રિપોર્ટ અનુસાર માત્ર રેન્સમવેર જેવા અટેક્સના કારણે 8 બિલિયન ડોલરનું નુકસાન થયું છે. આ રીતના સાઈબર અટેક્સમાં યૂઝર્સનો ડેટા ચોરી કરીને તેમની પાસેથી ભારે રકમ વસૂલ કરવામાં આવશે.

આ પણ વાંચો: મુકેશ અંબાણી: પોતાના ભાઈ અનિલથી આટલા છે અમીર

માનવામાં આવી રહ્યું છે કે જો સાઈબર અટેક્સ પર કાબૂ મેળવવામાં આવશે નહી તો 2021 સુધીમાં રેન્સમવેર અટેક્સના કારણે 20 બિલિયન ડોલરનું નુકસાન થઈ શકે છે. રેન્સેમવેર સિવાય ક્રિમ્પ્ટોજેકિંગ અટેક્સ, ફિસિંગ, બીઈસી અટેકના કારણે પણ સાઈબર દુનિયાને નુકસાન ભોગવવું પડી રહ્યું છે. વધતા જતા સાઈબર અટેક્સના કારણે સાઈબર વર્લ્ડ સામે હાલ મોટો પડકાર છે.

business news world cup 2019