અમેરિકામાં ફૅક્ટરી ગુડ્સના ઑર્ડરમાં ઘટાડાથી ફરી સોનું મજબૂત

25 October, 2019 12:12 PM IST  |  મુંબઈ | બુલિયન વૉચ

અમેરિકામાં ફૅક્ટરી ગુડ્સના ઑર્ડરમાં ઘટાડાથી ફરી સોનું મજબૂત

ગોલ્ડ

સોનાના ભાવમાં તેજી માટે આજે એક કારણ મળી આવ્યું છે અને એ ૧૪૯૫ ડૉલરની મહત્ત્વની સપાટી તોડવા તરફ આગળ વધી રહ્યું છે. જોકે ભાવ છેલ્લાં બે સપ્તાહથી સતત ૧૫૦૦ ડૉલર પ્રતિ ઔંસની નીચે જ રહ્યા છે. યુરોપિયન સેન્ટ્રલ બૅન્કની બેઠકમાં વ્યાજદર સ્થિર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એટલે બજારની નજર હવે આ મહિનાના અંતે અમેરિકામાં ફેડરલ રિઝર્વની બેઠકમાં વ્યાજદરના નિર્યણ પર રહેશે.

અમેરિકામાં ફૅક્ટરી ગુડ્સના ઑર્ડર ૦.૫ ટકાના ઘટાડા સામે ૧.૧ ટકા ઘટ્યો હોવાના આંકડા આવતાં સોનાના ભાવમાં થોડી મજબૂતી જોવા મળી રહી છે. આવી જ રીતે ડ્યુરેબલ ગુડ્સના ઑર્ડર પણ ૦.૩ ટકા ઘટ્યા હતા, જ્યારે ડિફેન્સ સિવાયની ચીજોમાં ઑર્ડર ૧.૨ ટકા ઘટ્યા હતા. આ ઘટાડાને કારણે ફેડરલ રિઝર્વની બેઠકમાં વ્યાજનો દર ઘટે એવી અપેક્ષાએ સોનાના ભાવમાં થોડી મજબૂતી જોવા મળી રહી છે.

વૈશ્વિક હાજર બજારમાં સોનાનો ભાવ બુધવારે ૧૪૮૮.૮ ડૉલરથી મજબૂત થઈ ૧૪૯૨.૩ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ બંધ આવ્યો હતો. આજે પણ ભાવ ૧૪૯૩.૦૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ મજબૂત છે. ન્યુ યૉર્ક કૉમેક્સ ડિસેમ્બર વાયદો બુધવારે ૧૪૯૫.૭ ડૉલરની સપાટીએ બંધ હતો જે આજે લગભગ સ્થિર ૧૪૯૫.૦૫ ડૉલર પ્રતિ ઔંસ ઉપર છે. ચાંદીના વાયદામાં બુધવારના ૧૭.૫૮ ડૉલર પ્રતિ ઔંસની બંધ સપાટી સામે આંશિક સુધારો છે જે અત્યારે ૧૭.૬૪૮ પ્રતિ ઔંસ છે.

આ પણ વાંચો : ટેલિકૉમ કંપનીઓને સુપ્રીમ કોર્ટનો 1.33 લાખ કરોડનો ઝટકો

ભારતમાં મુંબઈ હાજર સોનું ૧૫ ઘટી ૩૯,૫૪૫ અને અમદાવાદમાં ૨૦ ઘટી ૩૯,૬૧૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામની સપાટીએ હતું. એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૮૦૩૬ ખૂલી, ઉપરમાં ૩૮૦૮૮ અને નીચામાં ૩૭૯૯૦ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૬૦ વધીને ૩૮૦૬૩ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ઑક્ટોબર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૩૭ ઘટીને ૮ ગ્રામદીઠ ૩૦૩૮૧ રૂપિયા અને ગોલ્ડ-પેટલ ઑક્ટોબર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૭ વધીને ૧ ગ્રામદીઠ ૩૮૩૬ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની નવેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૫૭ વધીને બંધમાં ૩૮૧૮૧ રૂપિયાના ભાવ રહ્યા હતા. હાજરમાં મુંબઈ ચાંદી ૫૦ વધી ૪૬,૬૦૦ અને અમદાવાદમાં ૩૦ વધીને ૪૬,૬૨૦ રૂપિયા પ્રતિ કિલોનો ભાવ રહ્યો હતો.

business news