ટાટા અને અન્ય વિરુદ્ધ માનહાનિ કેસની સુનાવણી કરવાનો ઈનકાર

27 March, 2019 09:11 PM IST  | 

ટાટા અને અન્ય વિરુદ્ધ માનહાનિ કેસની સુનાવણી કરવાનો ઈનકાર

રતન ટાટા (ફાઈલ ફોટો)

બોમ્બે હાઈકોર્ટે બુધવારે રતન ટાટા અને ટાટા સન્સના અન્ય ડિરેક્ટરો વિરુદ્ધ ગુનાહિત માનહાનિની સુનાવણી કરવા પર રોક લગાવી દીધી છે. ટાટા વિરુદ્ધ નુસ્લી વાડિયાએ 2016માં આ અરજી દાખલ કરી હતી.

જસ્ટિસ મૃદુલા ભાટકરની બેન્ચે 18 માર્ચના આદેશને આગળ વધારવાથી ઈનકાર કરી દીધો છે. જે અંતર્ગત મેજિસ્ટ્રેટની અદાલતે આ સુનાવણી કરવા પર 27 માર્ચ સુધીની રોક લગાવી હતી.

અદાલતે ટાટા અન્ય ડિરેક્ટરોએ દાખલ કરેલી અરજી પર સુનાવણી ચાલી રહી હતી, જેમાં તેમણે FIR અને ચાર્જશીટ ફગાવી દેવાની માગ હતી.

ટાટા તરફથી રજૂ થયેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંધવીએ કેસની સુનાવણી પર લાગેલો સ્ટે લંબાવવા માગ કરી હતી. જસ્ટિસ ભાટકરે કહ્યું કે મેજિસ્ટ્રેટની અદાલતમાં સુનાવણી જુલાઈમાં થવાની છે અને હાઈકોર્ટ આ કેસ જુલાઈ પહેલા સાંભળશે. તેના પર રોક લગાવવાની કોઈ જરૂ નથી.

ડિસેમ્બર 2018માં મેજિસ્ટ્રેટે કોર્ટમાં રતન ટાટા અને ટાટા સન્સના અન્ય ડિરેક્ટરો વિરુદ્ધ વાડિયાએ દાખલ કરેલી અરજી પર નોટિસ જાહેર કરી હતી.

આ પણ વાંચોઃ મુકેશ અંબાણી બાદ સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલે પણ નાના ભાઇની મદદ કરી

ઉલ્લેખનીય છે કે વાડિયાએ ટાટા ગ્રૂપની કંપનીઓના બોર્ડમાંથી હકાલપટ્ટી થવા પર કેસ નોંધાવ્યો હતો.

વાડિયાએ દાવો કર્યો હતો કે ટાટા અને અન્ય લોકોએ તેમના વિરુદ્ધ આપત્તિજનક નિવેદન આપ્યા હતા, જેને કારણે તેમની માનહાનિ થઈ છે. વાડિયા ઈન્ડિયન હોટેલ્સ કંપની, TCS, ટાટા મોટર્સ અને ટાટા સ્ટીલ સહિતની કંપનીઓમાં સ્વતંત્ર ડિરેક્ટર હતા.

ratan tata news