ભારતી ઇન્ફ્રાટેલનો ત્રિમાસિક ચોખ્ખો નફો સહેજ વધીને 608 કરોડ થયો

26 April, 2019 10:53 AM IST  | 

ભારતી ઇન્ફ્રાટેલનો ત્રિમાસિક ચોખ્ખો નફો સહેજ વધીને 608 કરોડ થયો

ફાઈલ ફોટો

ભારતી ઇન્ફ્રાટેલનો 31 માર્ચ, 2019ના રોજ પૂરા થયેલા ચોથા ત્રિમાસિક ગાળાના અંતે ચોખ્ખો નફો પાછલા વર્ષના સમાન ગાળાના 606 કરોડથી વધીને 608 કરોડ રૂપિયા થયો છે. ટેલિકૉમ ક્ષેત્રે થયેલા ઝડપી કૉન્સોલિડેશન અને તેની ટેલિકૉમ સાઇટ્સ પરનાં કો-લોકેશન્સમાં થયેલા ઝડપી ઘટાડાને પગલે ત્રિમાસિક ગાળાના અંતે કૉન્સોલિડેટેડ આવક પાછલા વર્ષના સમાન ગાળાની તુલનાએ 2 ટકા ઘટીને 3600 કરોડ રૂપિયા થઈ છે. કો-લોકેશન્સ એવાં પૉઇન્ટ્સ છે કે જેમાં સિંગલ સ્ટ્રક્ચર પર એક ટાવર કંપની બહુ બધાં કૅરિયર્સના ઍન્ટેના લગાવે છે.


કંપનીની વ્યાજખર્ચ, વેરા, ઘસારા અને એર્મોટાઇઝેશન (અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ. ટૅક્સ, ડેપ્રિસિયેશન એર્મોટાઇઝેશન) પૂર્વેની કમાણી ચાર ટકા ઘટીને 1534 કરોડ, જ્યારે ઑપરેશન ફ્રી કેશ ફ્લો આ સમયગાળા દરમ્યાન 14 ટકા વધીને 1154 કરોડ રૂપિયા થઈ છે.ભારતી ઇન્ફ્રાટેલ અને ઇન્ડસ ટાવર્સ કે જેને મર્જ કરાઈ રહી છે, વર્ષ દરમ્યાન ખૂલેલાં આશરે 20 ટકા એટલે કે એકંદરે 75,000 અને સંયુક્તપણે 40,000 કો-લોકેશન્સ ગુમાવાયાં હતાં.આમ થવાનું મુખ્ય કારણ વોડાફોન અને આઇડિયાનું મર્જર હતું, જોકે વાર્ષિક અને ત્રિમાસિક એકંદર નાણાકીય કામગીરી ગયા વર્ષની તુલનાએ નીચી રહી હતી, એમ ભારતી ઇન્ફ્રાટેલના ચૅરમૅન અખિલ ગુપ્તાએ કહ્યું હતું.

 

આ પણ વાંચો: ઇલેક્શનની સાઇડ ઇફેક્ટ ડાયમન્ડ માર્કેટ ઠપ


ગુપ્તાએ કહ્યું કે ડેટાની માગ વધી રહી હોવાથી મોટા નેટવર્કની આવશ્યકતા છે, જે કંપની માટેની મજબૂત સંભાવના છે. અમે આ તક ઝડપવા અને અમારા ગ્રાહકોને ઝડપી સર્વિસ પૂરી પાડવા સજ્જ છીએ. ભારતી ઇન્ફ્રાટેલ અને ઇન્ડ્સ ટાવર્સનું મર્જર ચાલી રહ્યું છે અને આગામી થોડા મહિનામાં તે પૂરું થવાની અપેક્ષા છે.