ક્રેડિટ કાર્ડની આ સુવિધાનો ઉઠાવો લાભ, મળશે આટલા ફાયદા

08 September, 2019 04:32 PM IST  |  મુંબઈ

ક્રેડિટ કાર્ડની આ સુવિધાનો ઉઠાવો લાભ, મળશે આટલા ફાયદા

છેલ્લા કેટલાક વર્ષોથી દેશમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ખૂબ જવધ્યો છે. ત્યારે એ જાણવું જરૂરી છે કે તમારા ક્રેડિટ કાર્ડ પર તમને લોન, બેલેન્સ ટ્રાન્સફ, રોકડનો ઉપાડ, બાકી રકમને EMIમાં કન્વર્ટ કરવા જેવી સુવિધા મળે છે. આ ઉપરાંત શું તમને જાણ છે કે ક્રેડિટ કાર્ડ પર ઈન્સ્યોરન્સ અંગેના ફાયદા પણ મળે છે.

ક્રેડિટ કાર્ડ ઓફર કરતી કંપનીઓ તમારા કાર્ડ પર જુદી જુદી રીતની સુવિધાઓ આપે છે. તેમાં માલસામાન ખોવાવા, ફ્લાઈટ લેટ થવા અંગે, કાર્ડ ધરાવનાર વ્યક્તિનું દુર્ઘટનામાં મોત થવા અંગે કુલ બાકી રકમના કેટલાક ભાગની ચૂકવણીમાંથી છૂટ જેવી સુવિધાઓ સામેલ છે. ચાલો જાણીએ ક્રેડિટ કાર્ડ પર કઈ કઈ સુવિધા મળે છે.

1. ક્રેડિટ કાર્ડ રાખનાર વ્યક્તિનું દુર્ઘટનામાં મૃત્યુ થાય તો બાકી બિલ પર 50 હજાર સુધીની છૂટ મળે છે. જો કે આ સુવિધા તમામ કંપનીઓમાં નથી. કારણ કે જુદી જુદી કંપનીઓની છૂટની રકમ જુદી જુદી હોય છે. એટલે ક્રેડિટ કાર્ડના નિયમ તેમજ શરતો વાંચવી જરૂરી છે. આ અંગે તમને વધુ માહિતી તેમાંથી જ મળશે.

2. ક્રેડિટ કાર્ડ ચોરી થાય કે ખોવાઈ જાય તો બેન્કમાં ફરિયાદ નોંધાવન્યા બાદ તમારા કાર્ડથી થતી કોઈ પણ લેવડદેવડની જવાબદારી તમારી નથી. ફરિયાદ કર્યા બાદ તમને ઝીરો લાયબલેટીની સુવિધા મળી શકે છે.

3. હવાઈ મુસાફરી દરમિયાન સામાન મળવામાં મોડું તાય તો પણ ક્રેડિટ કાર્ડ કંપનીઓ વીમા કવર ઉપલબ્ધ કરાવે છે. બેગેજ મળવામાં મોડુ થાય તો તમે એરલાઈન કંપની સાથે વાત કરીને બેગેજ મોડું મલવા અંગે લેખિતમાં કન્ફર્મેશન લઈ શકો છો. જેનાથી તમને ક્રેડિટ કાર્ડ કંપની પાસેથી વીમો લેવામાં મદદ થશે.

4. બેગેજ ખોવાઈ જાય તો પણ ઈન્સ્યોરન્સ કવરનો લાભ મળે છે. સામાન્ય રીતે તે ચેક ઈન બેગેજ પર લાગુ થાય છે. જો કે કેટલીક કંપનીઓ તે હેન્ડ બેગેજ પર પણ લાગુ કરી શકે છે. મોટા ભાગની કંપનીો સામાન ચોરી થવા અંગે કે ગુમ થવાની સ્થિતિમાં બેગમાંનો સામાન આપે છે.

5. ખરાબ હવામાન કે અન્ય કારણે ફ્લાઈટ રદ થાય તો તમે ટિકિટના પૈસાનો દાવો કરી શકો છો. જો કે જુદી જુદી કંપનીઓનું કવરેજ જુદુ જુદુ હોય છે. અને કોઈ પણ પ્રકારનો ક્લેમ કરતા પહેલા તમારે કાર્ડ અંગેના નિયમો તેમજ શરતો વાંચવી જરૂરી છે.

આ પણ વાંચોઃ દેવાં હેઠળ દબાયેલું BSNL 80 હજાર કર્મચારીઓને VRS ઑફર કરશે

દેશમાં આટલા લોકો કરે છે ડેબિટ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ

રિઝર્વે બેન્કના આંકડા પ્રમાણે દેશની બેન્કિંગ સિસ્ટમમાં 82.4 કરોડ ડેબિટ કાર્ડ છે. આ ઉપરાંત મે, 2019 સુધીમાં ક્રેડિટ કાર્ડની સંખ્યા 4.89 કરોડ હતી. ગત વર્ષે આ જ સમયગાળામાં આ આંકડો 3.86 કરોડ હતો.

business news