એપલ ફરી એકવાર દુનિયાની સૌથી મોટી કંપની, રૂ.58.29 લાખ કરોડની છે વેલ્યુ

06 February, 2019 11:46 AM IST  |  બિઝનેસ ડેસ્ક

એપલ ફરી એકવાર દુનિયાની સૌથી મોટી કંપની, રૂ.58.29 લાખ કરોડની છે વેલ્યુ

ફાઇલ ફોટો

એપલ એકવાર ફરી દુનિયાની સૌથી વધુ માર્કેટ કેપવાળી કંપની બની ગઈ છે. મંગળવારે એપલે માઇક્રોસોફ્ટને પાછળ છોડી દીધી. એપલનું વેલ્યુએશન 58.29 લાખ કરોડ રૂપિયા (82,100 કરોડ ડોલર) થઈ ગયું. માઇક્રોસોફ્ટની માર્કેટકેપ 58.14 લાખ કરોડ રૂપિયા (81,900 કરોડ ડોલર) છે. 57.93 લાખ કરોડ રૂપિયા (81,600 કરોડ ડોલર) સાથે એમેઝોન ત્રીજા નંબર પર છે.

એપલનો શેર મંગળવારે 1.71% ફાયદામાં રહ્યો. છેલ્લા 5 ટ્રેડિંગ સેશનથી તેમાં તેજી બનેલી હતી. આ કારણથી કંપનીના માર્કેટકેપમાં નફો થયો. નવેમ્બરમાં એપલને પાછળ છોડીને માઇક્રોસોફ્ટ સૌથી વધુ વેલ્યુવાળી કંપની બની ગઈ હતી. 16 વર્ષ પછી આવું બન્યું હતું. પરંતુ, જાન્યુઆરીમાં એમેઝોને માઇક્રોસોફ્ટને પાછળ છોડી દીધી હતી. ગત દિવસોમાં માઇક્રોસોફ્ટ ફરીથી નંબર-1 બની ગઈ હતી.

આ પણ વાંચો: એપલની રેવન્યુ 5% ઘટી, 17 વર્ષોમાં પહેલીવાર ડિસેમ્બર ક્વાર્ટરમાં નબળું પ્રદર્શન

ઓગસ્ટ 2018માં એપલની માર્કેટકેપ એક ટ્રિલિયન ડોલર (68 લાખ કરોડ રૂપિયા) પહોંચી ગઈ હતી. આ મુકામ હાંસલ કરનારી એપલ દુનિયાની બીજી કંપની બની ગઈ હતી. પરંતુ, આઇફોનનું વેચાણ ઘટી જવાને કારણે તેને નુકસાન થયું. એટલે એપલના શેરમાં ઘટાડો થયો અને કંપની માર્કેટકેપમાં માઇક્રોસોફ્ટ અને એમેઝોનથી પાછળ થતી ગઈ.

apple