એમેઝોન વિશ્વની સૌથી વેલ્યુએબલ બ્રાન્ડ બની, ગુગલ અને એપલને પછાડ્યું

12 June, 2019 09:41 PM IST  |  મુંબઈ

એમેઝોન વિશ્વની સૌથી વેલ્યુએબલ બ્રાન્ડ બની, ગુગલ અને એપલને પછાડ્યું

ટેકનોલોજી ક્ષેત્રમાં એમેઝોને હરણફાળ પ્રગતી કરી છે. જાહેર કરવામાં આવેલા રીપોર્ટ પ્રમાણે એમેઝોન હવે વિશ્વની સૌથી વધુ વેલ્યુએબલ બ્રાન્ડ બની ગઈ છે. એમેઝોને ગૂગલ અને એપલને પાછળ પાડી છે. એમેઝોનની બ્રાન્ડ વેલ્યુ 31,500 કરોડ ડોલર(લગભગ 21.9 લાખ કરોડ રૂપિયા) છે. છેલ્લા એક વર્ષમાં એમેઝોનની બ્રાન્ડ વેલ્યુમાં 52 ટકા વધારો થયો છે. એપલ બીજા સ્થાને છે.

 

Google 2018 માં ટોચના સ્થાને હતું

1) એપલન બ્રાન્ડ વેલ્યુ 30950 કરોડ ડોલર(21.49 લાખ કરોડ રૂપિયા)ની બ્રાન્ડ વેલ્યુની સાથે બીજા અને ગૂગલ 30900 કરોડ ડોલર(21.46) લાખ કરોડ રૂપિયાની બ્રાન્ડ વેલ્યુની સાથે ત્રીજા સ્થાને છે.

આ પણ વાંચો : Googleએ ગયા વર્ષે ન્યૂઝથી 4.7 અરબ ડૉલરની કરી કમાણી

2) આ માહિતી કૈનટારની ગ્લોબલ બ્રાન્ડ રેકિંગથી બહાર આવી છે. આ રેન્કિંગ 2006થી દર વર્ષે બહાર પડી રહ્યું છે. છેલ્લા 12 વર્ષથી કાં તો ગૂગલ કે પછી એપલ નંબર-1 પર રહી હતી.

3) 2018માં ગૂગલને ટોપ સ્થાન મળ્યું હતું. ભારતીય બ્રાન્ડમાં એલઆઈસી સૌથી આગળ 68માં નંબર પર છે. તેની બ્રાન્ડ વેલ્યુ 1.4 લાખ કરોડ રૂપિયા છે.

business news amazon google apple