એર ઈન્ડિયાને થયું આટલા હજાર કરોડનું નુક્સાન, આગામી વર્ષે નફાની આશા

15 September, 2019 06:00 PM IST  |  મુંબઈ

એર ઈન્ડિયાને થયું આટલા હજાર કરોડનું નુક્સાન, આગામી વર્ષે નફાની આશા

નુક્સાનમાં એર ઈન્ડિયા

એર ઈન્ડિયાએ પાછલા નાણાકીય વર્ષમાં લગભગ 4600 કરોડનું નુક્સાન કર્યું છે. જેનું મુખ્ય કારણ ફ્યુઅલના ભાવમાં વધારો અને ફોરેન એક્સચેન્જ રેટમાં પરિવર્તન છે. જો કે દેવા તળે દબાયેલી એરલાીનને 2019-20માં નફો થવાની આશા છે. એર ઈન્ડિયાના વરિષ્ઠ અધિકારીઓએ આ માહિતી આપી છે.

એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે એરલાઈનને 2018-10માં 8,400 કરોડ રૂપિયાનું ચોખ્ખું નુક્સાન થયું છે. જ્યારે કુલ આવક 26,400 કરોડ રૂપિયા છે. તો એક અધિકારીએ કહ્યું કે એર ઈન્ડિયાને 2019-20માં 700થી 800 કરોડનો નફો થવાની શક્યતા છે. જો કે આ નફો ત્યારે જ શક્ય બનશે જો ફ્યુઅલના ભાવમાં વધારો ન થાય અને ફોરેન એક્સચેન્જ રેટમાં વધુ વધારો ઘટાડો ન થાય. તેમનું કહેવું છે કે એરલાઈને જૂનમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં 175થી 200 કરોડ રૂપિયાનું નુક્સાન થયું છે. જેનું કારણ ભારતીય વિમાનો માટે પાકિસ્તાની હવાઈ વિસ્તાર બંધ થવાનું છે. રૂટ લાંબા થવાને કારણે ફ્લાઈટનો ખર્ચો વધ્યો અે રોજનું 3થી 4 કરોડનું નુક્સાન થયું.

આ પણ વાંચોઃ આ રીતે ઓછો કરો હોમ લોનનો EMI, વાપરો આ ટિપ્સ

અધિકારીનું કહેવું છે કે એર ઈન્ડિયાની ક્ષમતાનો ઉપયોગ સારી રીતે થયો છે અને સરેરાશ પ્રતિ મુસાફર ભાડા પર કમાણી વધી છે. કંપની હાલ 41 આંતરરાષ્ટ્રીય અને 72 ડોમેસ્ટિક ફ્લાઈટ ચલાવે છે. કંપનીના મોટા વિમાનો મેઈન્ટેનન્સને કારણે નથી ઉડી રહ્યા, જો કે ઝડપથી તે ઉપયોગમાં આવે તેવી શક્યતા છે. એર ઈન્ડિયા 27 સપ્ટેમ્બરથી ટોરેન્ટો અને નવેમ્બરથી નૈરોબી માટે ફ્લાઈટ શરૂ કરશે. કંપની પર 58 હજાર કરોડ રૂપિયાનું દેવું છે.

air india business news