પૅનને બદલે આધાર કાર્ડ નંબર આપશો તો 10,000નો દંડ થશે

05 December, 2019 10:36 AM IST  |  Mumbai

પૅનને બદલે આધાર કાર્ડ નંબર આપશો તો 10,000નો દંડ થશે

ફાઈલ ફોટો

ડૉક્યુમેન્ટની બાબતમાં પૅન કાર્ડ કે આધાર કાર્ડ નંબર કોઈનો પણ ઉપયોગ તો ચાલે છે, પણ જો હવે ઇન્કમ ટૅક્સ ભરતી વખતે પૅન કાર્ડ નંબરની જગ્યાએ આધાર કાર્ડ નંબર નાખશો તો આયકર વિભાગ ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ લગાડશે. પ્રત્યેક વખતે આવી ભૂલ કરવા પર વારંવાર ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ લગાડવામાં આવશે. કેન્દ્ર સરકારે બજેટ ૨૦૧૯ વખતે ઇન્કમ ટૅક્સના સેક્શન ૨૭૨-બીમાં કરેલા સુધારા મુજબ આ સુધારા લાગુ કરવામાં આવ્યા છે. ડૉક્યુમેન્ટ સેક્શન ૧૩૯-એના સબ-સેક્શન ૬-એ મુજબ કરદાતાએ પૅન નંબર અથવા તો આધાર નંબર આપવો ફરજિયાત છે, પણ જેટલી વાર આ નંબર ખોટો નાખવામાં આવશે એટલી વાર ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.

business news