મુંબઈમાં જુલાઈમાં ૯૦૩૭ હાઉસિંગ પ્રૉપર્ટીનું રજિસ્ટ્રેશન

31 July, 2021 01:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ મહિને ૯૦૩૭ યુનિટનું રજિસ્ટ્રેશન થયાનું નાઇટ ફ્રાન્ક ઇન્ડિયાએ જણાવ્યું છે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ મહાનગરપાલિકા વિસ્તારમાં રહેણાક મિલકતોનું રજિસ્ટ્રેશન પાછલા વર્ષની તુલનાએ આ જુલાઈ મહિનામાં ત્રણગણા કરતાં વધારે થયું છે. આ મહિને ૯૦૩૭ યુનિટનું રજિસ્ટ્રેશન થયાનું નાઇટ ફ્રાન્ક ઇન્ડિયાએ જણાવ્યું છે.

ચર્ચગેટથી દહિસર અને કોલાબાથી મુલુંડના વિસ્તારમાં શુક્રવારે બાર વાગ્યા સુધીમાં ૯૦૩૭ યુનિટનું રજિસ્ટ્રેશન થયું હતું. જુલાઈ ૨૦૨૦માં આ સંખ્યા ૨૬૬૨ હતી. ગત જૂન મહિનામાં ૭૮૫૭ યુનિટનું રજિસ્ટ્રેશન થયું હતું. નાઇટ ફ્રાન્કે જણાવ્યા મુજબ જુલાઈના રજિસ્ટ્રેશનમાં ૫૩ ટકા સંખ્યા આ જ મહિને થયેલા સોદાઓની હતી. નાઇટ ફ્રાન્ક ઇન્ડિયાના ચૅરમૅન-મૅનેજિંગ ડિરેક્ટર શિશિર બૈજલે જણાવ્યા મુજબ જુલાઈ ૨૦૨૧માં થયેલાં રજિસ્ટ્રેશન છેલ્લા એક દાયકામાં જુલાઈ મહિનામાં થયેલાં સૌથી વધુ રજિસ્ટ્રેશન છે. જો કોરોનાના ત્રીજા મોજાને ખાળી શકાશે તો આ ગતિ ટકી રહેવાની ધારણા છે.

business news