આઇસી15 ઇન્ડેક્સમાં ૬૪૨ પૉઇન્ટની વૃદ્ધિ, પણ બિટકૉઇન ૨૦,૦૦૦ ડૉલરની સપાટી વટાવી ન શક્યો

02 July, 2022 01:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આંકડાઓના વિશ્લેષણ પરથી કહી શકાય કે સંસ્થાકીય રોકાણકારોએ વેચવાલી બંધ કરી લીધી છે

પ્રતીકાત્મક તસવીર

બિટકૉઇનના રાહે શુક્રવારે ક્રિ​પ્ટો કરન્સી માર્કેટમાં સુધારો થયો હતો. જોકે, બિટકૉઇન ૨૦,૦૦૦ ડૉલરની સપાટી કૂદવામાં નિષ્ફળ ગયો હતો. ડિફૉલ્ટને લગતો ડર ઘટી જવાને લીધે તથા સંસ્થાકીય રોકાણકારોએ કરેલી ખરીદીને લીધે માર્કેટ થોડું વધ્યું હતું.

આંકડાઓના વિશ્લેષણ પરથી કહી શકાય કે સંસ્થાકીય રોકાણકારોએ વેચવાલી બંધ કરી લીધી છે. તેઓ સ્પૉટ બિટકૉઇનમાં મોટા પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે. આ સંજોગોમાં ક્રિપ્ટો એક્સચેન્જોમાં પાછલા ચોવીસ કલાકમાં કુલ 230 મિલ્યન ડૉલરનાં કુલ ઊભાં ઓળિયાંનું લિક્વિડેશન થયું છે. લિક્વિડેટ થયેલાં મોટા ભાગનાં ઓળિયાં શૉર્ટ હતાં. 

અગાઉ, ક્રિપ્ટોવાયરે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં ૨.૫૫ ટકા (૬૪૨ પૉઇન્ટ) વધીને ૨૫,૮૦૬ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૨૫,૧૬૫ ખૂલીને ૨૭,૪૬૧ સુધીની ઉપલી અને ૨૪,૭૦૫ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

business news