તેલ અને તેલીબિયાંને GSTમાફીનો નિર્ણય આજે લેવાશે?

10 January, 2019 09:23 AM IST  |  | Rohit Parikh

તેલ અને તેલીબિયાંને GSTમાફીનો નિર્ણય આજે લેવાશે?

દેવેન્દ્ર ફડણવીસ

મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસની મધ્યસ્થીને કારણે આજની GST કાઉન્સિલની મીટિંગમાં ખેડૂતોની તરફેણમાં તેલ અને તેલીબિયાં પરથી GST પાંચ ટકાને બદલે ઝીરો કરવાના ઊજળા સંજોગો નર્મિાણ થયા છે. દેવેન્દ્ર ફડણવીસની આ મધ્યસ્થીને ખાદ્ય તેલના વેપારીઓએ આવકાર આપતાં કહ્યું હતું કે GST કાઉન્સિલ આજે આ નિર્ણય લેવાથી ખેડૂતોને સ્વાવલંબી બનાવવાની સરકારી યોજના સફળ થશે.

રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર છેલ્લા ઘણા સમયથી ખેડૂતોના હાથ મજબૂત કરવા માટે વિવિધ ખેડૂતલક્ષી પગલાં લઈ રહી છે. એ અંતર્ગત દેવેન્દ્ર ફડણવીસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, GST કાઉન્સિલ અને અન્ય સંબંધિત વિભાગોને એક પત્ર લખીને તેલ અને તેલીબિયાં પર લગાડવામાં આવી રહેલા પાંચ ટકા GSTને ઝીરો કરવાની ભલામણ કરી છે. તેમણે આ પત્રમાં કહ્યું છે કે ‘ભારત ખાદ્ય તેલની આયાત પર અવલંબે છે. મહારાષ્ટ્ર સરકારે અને કેન્દ્ર સરકારે તેલીબિયાંની ખેતીના વિકાસ અને પ્રમોશનને માટે પગલાં લેવાનો નિર્ણય લીધો અને ખેડૂતોને આ બાબતમાં સહકાર આપવાની શરૂઆત કરી ત્યારથી મહારાષ્ટ્રમાં અને દેશનાં અન્ય રાજ્યોમાં સોયાબીન, સિંગ અને સૂર્યમુખીનાં બીજ સહિતનાં તેલીબિયાંનું રૅકાર્ડબ્રેક ઉત્પાદન થઈ રહ્યું છે. ખેડૂતોની આવક બમણી કરવાના નરેન્દ્ર મોદીના દૃષ્ટિકોણને લીધે મહારાષ્ટ્ર સરકાર ખેડૂતોને અને ખેડૂતોનાં સહકારી મંડળોને તેલીબિયાંની ખેતીની સાથે તેલના ઉત્પાદન તરફ વળવા માટે પ્રોત્સાહિત કરી રહી છે.’

જોકે GSTને કારણે ખેડૂતો તેમની આવકમાં નુકસાન કરી રહ્યા છે એમ જણાવતાં દેવેન્દ્ર ફડણવીસે GST કાઉન્સિલને કહ્યું હતું કે ‘આ સંજોગોમાં આજની GST કાઉન્સિલની મીટિંગમાં આ મુદ્દા પર વિચારણા કરીને GST કાઉન્સિલ તેલીબિયાં અને તેલનાં ઉત્પાદનો પર લગાડવામાં આવી રહેલા પાંચ ટકા GSTને અન્ય કૃષિઉત્પાદનોની જેમ જ ઝીરો કરી દે એવી મારી કાઉન્સિલને અને અન્ય સંબંધિત અધિકારીઓને વિનંતી છે.’

દેવેન્દ્ર ફડણવીસની આ ભલામણ ચોક્કસ આજની GST કાઉન્સિલની મીટિંગમાં નિર્ણયાત્મક બનશે એવો નિર્દેશ આપતાં ખાદ્ય તેલ વ્યાપારી અસોસિએશન - મહારાષ્ટ્રના અધ્યક્ષ શંકર ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કેન્દ્ર સરકારે દેશમાં એક દેશ એક કરની નીતિ બનાવીને GST અમલમાં મૂકવાની વાત કરી એ સમયે જ અમારા અસોસિએશને સરકાર પાસે તેલ અને તેલીબિયાંને એક જ કૅટેગરીમાં રાખીને ઞ્લ્વ્માંથી મુક્ત કરવાની વિનંતી કરી હતી. ત્યાર પછી પણ અમે અત્યાર સુધીમાં નરેન્દ્ર મોદી, દેવેન્દ્ર ફડણવીસ, રાજ્ય અને કેન્દ્રના નાણાપ્રધાન તથા GST કાઉન્સિલના વિવિધ રાજ્યોના સભ્યોની સમક્ષ અમારી તેલ અને તેલીબિયાં પરથી GST હટાવવાની દરખાસ્તો મૂકી હતી; પરંતુ અત્યાર સુધી અમારી વાત ધ્યાનમાં લેવામાં આવી નહોતી.

આ પણ વાંચો : 2018-19માં 7.3 ટકા રહેશે ભારતની GDP- વર્લ્ડ બેંક

આપણા દેશના ખેડૂતોને સ્વાવલંબી બનાવવા માટે અને દેશમાં જ ખાદ્ય તેલનું ઉત્પાદન વધારવા માટે અનેક સરકારી સહાયો આવશ્યક છે. એમાં GST હટવો ખૂબ જ જરૂરી હતો. આજની GST કાઉન્સિલની મીટિંગમાં દેવેન્દ્ર ફડણવીસની ભલામણનો સ્વીકાર થશે તો એનો લાભ ફક્ત ખેડૂતોને જ નહીં, ખાદ્ય તેલના વેપારીઓને પણ મળશે. અમે આ નિર્ણયને અત્યારથી જ આવકારીએ છીએ.’

devendra fadnavis news