બીએસઈ એસએમઈ પ્લૅટફૉર્મ પર ૩૧૫મી કંપની ગિયાન લાઇફ કૅર લિસ્ટ થઈ

14 January, 2020 09:56 AM IST  |  Mumbai

બીએસઈ એસએમઈ પ્લૅટફૉર્મ પર ૩૧૫મી કંપની ગિયાન લાઇફ કૅર લિસ્ટ થઈ

મુંબઈ ઃ બીએસઈ એસએમઈ પ્લૅટફૉર્મ પર ૨૦૨૦ની ૧૩ જાન્યુઆરીએ ૩૧૫મી કંપની ગિયાન લાઇફ કૅર લિમિટેડ લિસ્ટ થઈ હતી. ગિયાન લાઇફ કૅરનો ૧૦ રૂપિયાની મૂળ કિંમતના ૧૪,૧૬,૦૦૦ ઇક્વિટી શૅર્સનો કુલ ૩૧૧.૫૨ લાખ રૂપિયાનો પબ્લિક ઇશ્યુ ૨૦૨૦ની ૩ જાન્યુઆરીએ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. ઇક્વિટી શૅર્સ ૨૨ રૂપિયાની કિંમતે ઑફર કરવામાં આવ્યા હતા.
ગિયાન લાઇફ કૅર ઉત્તર પ્રદેશસ્થિત કંપની છે જેની રજિસ્ટર્ડ ઑફિસ કાનપુરમાં છે. કંપની કાનપુર અને એના નજીકના વિસ્તારોમાં ડાયગ્નોસ્ટિક અને એના સંબંધિત હેલ્થકૅર ટેસ્ટ સેવાઓ જેમ કે પેશન્ટ ડાયગ્નોસ્ટિક સર્વિસ અને પ્રિવેન્શન ઍન્ડ વેલનેસ ડાયગ્નોસ્ટિક સર્વિસની વિશાળ શ્રેણી પૂરી પાડે છે.  
બીએસઈ એસએમઈ પ્લૅટફૉર્મ પર લિસ્ટેડ ૩૧૫ કંપનીઓએ ૨૦૨૦ની ૧૩ જાન્યુઆરી સુધીમાં ૩૨૮૧.૯૫ કરોડ રૂપિયાની રકમ એકત્ર કરી છે અને એમનું કુલ માર્કેટ કૅપિટલાઇઝેશન ૧૮,૨૧૮.૭૫ કરોડ રૂપિયા છે. બીએસઈ આ ક્ષેત્રમાં ૬૦.૪૬ ટકાના બજારહિસ્સા સાથે માર્કેટ લીડર છે.

business news