નિફ્ટી ફ્યુચરમાં ૧૦૭૪૦ અને ૧૦૬૭૦ મહત્ત્વનાં સપોર્ટ

20 July, 2020 03:03 PM IST  |  Mumbai Desk | Ashok Trivedi

નિફ્ટી ફ્યુચરમાં ૧૦૭૪૦ અને ૧૦૬૭૦ મહત્ત્વનાં સપોર્ટ

પ્રતીકાત્મક તસવીર

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૦૫૫૩ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૧૩૮.૪૦ પૉઇન્ટ નેટ સુધારે ૧૦૯૦૫.૦૫ બંધ રહ્યું તેમ જ બીએસઈ ઇન્ડેક્સ ૪૨૫.૮૧ પૉઇન્ટના નેટ સુધારે ૩૭૦૨૦.૧૪ બંધ રહ્યો. ઉપરમાં ૩૭૧૨૫ ઉપર ૩૭૪૧૦, ૩૭૭૨૦ સુધીની શકયતા. નીચામાં ૩૬૪૮૦, ૩૬૨૫૦ સપોર્ટ ગણાય.

અગાઉની જેમ ગયા શુક્રવારે પણ રિલાયન્સ અને લીવર વધારીને બજારને સુધારા તરફી રાખ્યું છે. નિફ્ટીએ પાછલું ટૉપ કુદાવતાં બજાર હવે થોડો વધુ સુધારો દર્શાવશે તેમ જણાય જે ફક્ત ગણતરીના શૅરો પૂરતો હશે. ચાલુ બજારે સપોર્ટ લેવલ તૂટતાં બજાર મંદીતરફી જણાય પણ ક્લોઝિંગ સપોર્ટ લેવલની ઉપર આવતા મંદી કરનારા ફસાઈ જાય છે.

રિલાયન્સ (૧૯૧૧.૭૦) ૧૩૯૩નાં બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૯૨૦ને ૧૯૬૩ ઉપર ૧૯૮૩, ૨૦૦૯, ૨૦૩૦, ૨૦૫૦ સુધીની શક્યતા. નીચામાં ૧૮૧૨ સપોર્ટ ગણાય.
લ્યુપીન (૮૯૭.૪૦) ૮૫૫.૧૦નાં બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૯૦૪ ઉપર ૯૨૮, ૯૫૬ સુધીની શક્યતા. નીચામાં ૮૮૧ નીચે ૮૭૦ સપોર્ટ ગણાય.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૨૧૯૭૧.૧૦) ૧૯૪૩૫.૮૦નાં બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૨૦૮૧ ઉપર ૨૨૩૮૦, ૨૨૬૬૫, ૨૩૧૨૦, ૨૩૩૫૦, ૨૩૫૫૦ સુધીની શક્યતા, નીચામાં ૨૧૮૮૦, ૨૧૪૬૦ સપોર્ટ ગણાય.

૯૫૮૧.૯૫નાં બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૦૯૩૬ ઉપર ૧૦૯૮૦, ૧૧૦૫૦, ૧૧૦૭૦, ૧૧૨૦૦ સુધીની શકયતા. નીચામાં ૧૦૮૯૦ નીચે ૧૦૭૮૦, ૧૦૭૪૦, ૧૦૬૭૦ સપોર્ટ ગણાય. 

૧૩૧૧નાં બૉટમથી સુધારાતરફી  છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૫૦૭ ઉપર ૧૫૨૬ કુદાવે તો ૧૫૭૩, ૧૬૨૦ સુધીની શક્યતા. નીચામાં ૧૪૭૮ નીચે ૧૪૪૫ સપોર્ટ ગણાય. 

૧૨૫.૪૦નાં બૉટમથી સુધારાતરફી છે.  દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૧૩ મહત્ત્વની સપાટી ગણાય. ૨૧૩ ઉપર ૨૩૦ સુધીની ધારણા રાખી શકાય. નીચામાં ૧૯૮ સપોર્ટ ગણાય. 

business news nifty sensex