ટામેટાના ભાવ વધારાને લઈ ઝોમેટો પણ પરેશાન, ગ્રાહકોને કરી આવી અપીલ

25 November, 2021 07:18 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો મુદ્દો હજી બંધ નથી થયો ત્યાં ટામેટાના વધતાં ભાવ ચર્ચાનો વિષય બન્યો છે.

પ્રતીકાત્મક તસવીર

દેશભરમાં ટામેટાના ભાવ આસમાને પહોંચી રહ્યાં છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો મુદ્દો હજી બંધ નથી થયો ત્યાં ટામેટાના વધતાં ભાવ ચર્ચાનો વિષય બન્યો છે. કેટલાક શહેરોમાં ટામેટાના ભાવ પ્રતિ કિલો 150 રૂપિયા થયો છે.  ટામેટાના વધતાં ભાવથી સામાન્ય લોકો તો પરેશાન છે જ પરંતુ ફુડ કંપની પણ આ સમસ્યાથી હેરાન થતી હોય તેવું લાગી રહ્યું છે. 

ટામેટાના ભાવવધારાથી ફુડ કંપની ઝોમટો પણ પરેશાન હોય તેવુ લાગી રહ્યું છે. ટમેટાના ભાવ ક્રિપ્ટોકરન્સી કરતાં પણ વધારે અસ્થિર થયા છે. 

Zomatoએ પોતાની ટ્વિટર પોસ્ટમાં ટામેટાંના ભાવને કારણે થતી સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો છે. કંપનીએ ટ્વિટર પર યુઝર્સને ટામેટાના ભાવમાં વધારાને પગલે ઝોમેટોને સપોર્ટ કરવા અપીલ કરી હતી. ટ્વિટમાં લખવામાં આવ્યું છે કે, મિત્રો ટામેટાના ભાવ વધારાને ધ્યાને રાખી અમારો સાથ આપો. ઝોમેટોએ કહ્યું કે ટમેટાની કિંમત સતત વધી રહી છે અને હવે ક્રિપ્ટોકરન્સી કરતાં વધુ અસ્થિર છે. તેથી કૃપા કરીને અમારા માટે 1-સ્ટાર સમીક્ષાઓ લખશો નહીં. કંપનીના આ ટ્વીટથી સ્પષ્ટ થાય છે કે ટામેટાના ભાવમાં વધારાને કારણે તે તેના બિઝનેસમાં પણ મુશ્કેલીનો સામનો કરી રહી છે.

business news zomato