રેન્જ બાઉન્ડ સત્ર બાદ શૅરબજાર ફ્લેટ બંધ રહ્યો

07 September, 2020 04:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રેન્જ બાઉન્ડ સત્ર બાદ શૅરબજાર ફ્લેટ બંધ રહ્યો

ફાઈલ તસ્વીર

સોમવારે સ્થાનિક શૅરબજારોમાં રેન્જ બાઉન્ડ સત્ર રહ્યા બાદ અંતે ફ્લેટ બંધ રહ્યા હતા. પ્રાઈવેટ બૅન્ક અને ઓટો શૅર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે એફએમસીજી, આઈટી શૅર્સ ઉપરાંત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શૅરમાં લેવાલી જોવા મળી હતી.

સેન્સેક્સ 60.05 પોઈન્ટ્સ (0.16 ટકા) વધીને 38, 417ના સ્તરે બંધ રહ્યો હતો. ઈન્ડેક્સમાં હિન્દુસ્તાન યુનિલિવરનો શૅર સૌથી અધિક વધ્યો હતો, બીજી બાજુ મહિન્દ્ર એન્ડ મહિન્દ્રનો શૅર સૌથી વધુ ત્રણ ટકા ઘટ્યો હતો. વ્યાપક બજારમાં એસએન્ડપી બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 0.8 ટકા ઘટીને 14,702ના સ્તરે બંધ રહ્યો, જ્યારે એસએન્ડપી બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 0.2 ટકા ઘટીને 14,573.48 બંધ રહ્યો હતો.

નિફ્ટી 21.20 પોઈન્ટ્સ વધીને 11,355ના સ્તરે બંધ રહ્યો હતો. વોલેટિલીટી ઈન્ડેક્સ ઈન્ડિયા વીઆઈએક્સ 2.5 ટકા ઘટીને 21.6ના સ્તરે બંધ રહ્યો હતો. ક્ષેત્રવાર સૂચકાંકોમાં નિફ્ટી બૅન્ક 0.29 ટકા, નિફ્ટી ઓટો 0.48 ટકા, નિફ્ટી ફાઈ. સર્વિસીસ 0.13 ટકા, નિફ્ટી મેટલ 0.05 ટકા, નિફ્ટી ફાર્મા 0.10 ટકા, નિફ્ટી પીએસયુ બૅન્ક 0.10 ટકા, નિફ્ટી પ્રાઈવેટ બૅન્ક 0.50 ટકા અને નિફ્ટી રિયલ્ટી સૂચકાંક 0.93 ટકા ઘટ્યો હતો. જ્યારે નિફ્ટી મીડિયા 0.49 ટકા, નિફ્ટી આઈટી અને એફએમસીજી બંને 0.57 ટકા વધ્યા હતાં.

તાતા મોટર્સ ડિફ્રન્શિયલ વોટિંગ રાઈટ્સ (ડીવીઆર)નો શૅર 10.5 ટકા વધ્યો હતો, જેનું મુખ્ય કારણ કંપનીના પ્રમોટર તાતા સન્સે શુક્રવારે ઓપન માર્કેટથી રૂ.30 કરોડ મૂલ્યના 50 લાખથી પણ વધુ શૅર્સ ખરીદી કરી હોવાનું હતું. દિલ્હી હાઈ કોર્ટે સ્પાઈસજેટના ભૂતપૂર્વ પ્રમોટર સન ગ્રુપના માલિક કાલાનિથી મરન સાથેના શૅ-ટ્રાન્સફર વિવાદમાં છ અઠવાડિયાની અંદર રૂ.243 કરોડની અતિરિક્ત ડિપોઝીટ ભરવાનો આદેશ સ્પાઈસજેટને આપતા શૅર 2.5 ટકા ઘટ્યો હતો. 

business news sensex nifty