નવેમ્બરમાં એમએફની એસઆઇપી મારફતે આવ્યા ૬૭,૦૦૦ કરોડ રૂપિયા

23 November, 2021 01:08 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગમાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (એસઆઇપી) મારફતે થતું રોકાણ વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ સાત મહિનામાં ૬૭,૦૦૦ કરોડ રૂપિયાની નજીક પહોંચી ગયું છે.

પ્રતીકાત્મક તસવીર

મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગમાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (એસઆઇપી) મારફતે થતું રોકાણ વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ સાત મહિનામાં ૬૭,૦૦૦ કરોડ રૂપિયાની નજીક પહોંચી ગયું છે. અસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફન્ડસ ઇન ઇન્ડિયા (એમ્ફી)ના આંકડાઓ દર્શાવે છે કે ગયા નાણાકીય વર્ષમાં એકંદરે ૯૬,૦૮૦ કરોડ રૂપિયા એસઆઇપી મારફતે સિક્યૉરિટીઝ માર્કેટમાં આવ્યા હતા.  
ગત પાંચ વર્ષમાં એસઆઇપી મારફતે આવતાં નાણાંનું પ્રમાણ બમણા કરતાં વધારે થઈ ગયું છે. વર્ષ ૨૦૧૬-૧૭ દરમ્યાન આવેલું રોકાણ ૪૩,૯૨૧ કરોડ રૂપિયા હતું.  
દર મહિને આવતું કલેક્શન ઑક્ટોબરમાં ૧૦,૫૧૯ કરોડ રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું હતું. એની પહેલાં સપ્ટેમ્બરમાં આંકડો ૧૦,૩૫૧ કરોડ રૂપિયા હતો. 
દરમ્યાન ગત ઑક્ટોબરના અંતે મ્યુચ્યુઅલ ફન્ડસની કુલ ઍસેટ્સ અંડર મૅનેજમેન્ટ (એયુએમ) વધીને ૫.૫૩ લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.  
ગત માર્ચના અંતે તેનું પ્રમાણ ૪.૨૮ લાખ કરોડ રૂપિયા હતું. છેલ્લાં પાંચ વર્ષમાં એસઆઇપીની એયુએમ દર વર્ષે ૩૦ ટકાના દરે વધી છે. આજની તારીખે રોકાણકારો ૪.૬૪ કરોડ એસઆઇપી અકાઉન્ટ મારફતે મ્યુચ્યુઅલ ફન્ડ દ્વારા નાણાંનું રોકાણ કરે છે.

business news