અઢી મિનિટના શ્વાસની કિંમત 550 રૂપિયા, તાજી હવાનો ચાલે છે વેપાર

27 June, 2019 06:59 PM IST  |  દિલ્હી

અઢી મિનિટના શ્વાસની કિંમત 550 રૂપિયા, તાજી હવાનો ચાલે છે વેપાર

દેશમાં પ્રદૂષણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે અને દેશની રાજધાની દિલ્હીમાં તેની અસર પણ વર્તાઈ રહી છે. પ્રદૂષિત હવામાં શ્વાસ લેતા તમામ લોકો ઈચ્છે છે કે તેમને તાજી હવામાં શ્વાસ લેવા મળે, પરંતુ બધા લોકો પાસે એટલો સમય નથી હોતો કે તેઓ હિમાલય કે પછી તાજી હવા ધરાવાત વિસ્તારોમાં જઈ શકે. આ સ્થિતિને જોતા કંપનીઓ ઓનલાઈન તાજી હવા બોટલમાં બંધ કરીને વેચી રહી છે. વધતા પ્રદૂષણને જોતા હવે ઘણી કંપનીઓએ ફ્રેશ એર વેચવાનો બિઝનેસ શરૂ કર્યો છે.

હિમાલય, કેનેડા, ઓસ્ટ્રેલિયાની હવા

હિમાલયની તાજી હવા અને કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોની ફ્રેશ એર વેચાઈ રહી છે. આ તાજી હવાને ફ્રેશ એર બોટલમાં બંધ કરીને વેચવામાં આવી રહી છે. જી હાં, હવે તમારે તાજી હવા લેવા માટે હિમાલયમાં જવાની જરૂર નથી. તમે ઘરે બેઠા બેઠા એક ક્લિક કરીને તાજી હવા મેળવી શકો છો.

10 લિટરની બોટલની કિંમત...

પ્યોર હિમાલયન એર નામની કંપનીએ હિમાલયની હવા બોટલમાં બંધ કરીને વેચવાની શરૂઆત કરી છે. 10 લિટર હવાની બોટલમાંથી તમે 160 વખત શ્વાસ લઈ શકો છો. આ બોટલમાંથી તમે 160 સેકન્ડ સુધી શ્વાસ લઈ શકો છો. બોટલની સાથે એક માસ્ક લાગેલું હોય છે, જેની મદદથી શ્વાસ લઈ શકાય છે. ઓનલાઈન સાઈટ પ્રમામે આ 10 લિટર બોટલની કિંમત 550 રૂપિયા છે.

ઓસ્ટ્રેલિયાની કંપની કરે છે બિઝનેસ

તો ઓસ્ટ્રેલિયાની કંપની ઓઝેયર ઓસ્ટ્રેલિયાની તાજી હવા ભારતમાં વેચી રહી છે. આ કંપનીની 15 લિટર તાજી હવાની બોટલની કિંમત લગભગ 2352 રૂપિયા છે, તો 7.5 લિટરની તાજી હવાની બોટલ 1,764 રૂપિયા છે.

આ પણ વાંચોઃ હદ છે! ડાબો હાથ ભાંગ્યો અને ડૉક્ટરે જમણા હાથે પ્લાસ્ટર કરી નાખ્યું

કેનેડાની વાઈટેલિટી એર પણ જુદા જુદા પ્રકારની તાજી હવા બોટલમાં બંધ કરીને વેચી રહી છે. 8 લિટર તાજી હવાની બોટલની કિંમત આ કંપની 28.99 ડૉલર એટલે કે 2066 રૂપિયા છે. જો તમે પણ પ્રદૂષણથી પરેશાન છો અને તાજી હવાનો આનંદ લેવા ઈચ્છો છો તો આ કંપનીઓ ઘરે બેઠા સુવિધા આપી રહી છે.

business news national news