શેરોમાં ધોવાણ થતાં એક અઠવાડિયમાં ગૌતમ અદાણીને 1 લાખ કરોડથી વધુ નુકસાન

19 June, 2021 07:49 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

શેરોમાં ધોવાણ થતાં એક અઠવાડિયમાં ગૌતમ અદાણીને 1 લાખ કરોડથી પણ વધુ રૂપિયાનું નુકસાન થયું છે.

ગૌતમ અદાણી (ફાઈલ ફોટો)

અદાણી ગ્રૂપના શેર ડાઉન થતાં ગૌતમ અદાણીની નેટવર્થમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એક અઠવાડિયામાં 14.1 અરબ ડોલર અર્થાત 1,04,543 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. ગત શુક્રવારે જ્યારે શેરબજાર બંધ થયું ત્યારે ગૌતમ અદાણીની નેટવર્થ બ્લૂમબર્ગ બિલિયોનર ઈન્ડેક્સ મુજબ 77 અરબ ડોલર (5,70,909 કરોડ) હતી. પરંતુ આ અઠવાડિયે શુક્રવારે શેરબજાર બંધ સમયે ગૌતમ અદાણીની નેટવર્થ ઘટીને 62.9 અરબ ડોલર રહી છે. 

શેરમાર્કેટમાં અદાણીના શેરો ડાઉન થતાં ગૌતમ અદાણીની નેટવર્થમાં ભારે ઘટાડો નોંધાયો છે. અદાણી ગ્રુપના શેરોનું ધોવાણ થવાથી સોમવારથી શુક્રવાર સુધી હાલત ખરાબ રહી છે. સુત્રો અનુસાર નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝીટરી લિમિટેડ( NSDL)એ ત્રણ વિદેશી ફંડના એકાઉન્ટ પર રોક લગાવી દીધી છે, આ ફંડોએ અદાણી ગ્રૂપની કંપનીમાં 43,500 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. જેની માઠી અસર અદાણી ગ્રુપના શેર પર પડી છે. 

સોમવારે અદાણી ગ્રુપે આ સમચાર પાયા વિહોણા હોવાનું જણાવ્યું હતું.  તો બીજી બાજુ  એનએસડીએલ એ પણ આનો ઈન્કાર કર્યો હતો. પરંતુ એનાથી અદાણી ગ્રુપના શેરનું ધોવાણ અટક્યું નહોતું. અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશ્યલ ઇકોનોમિક જોનના શેર એક અઠવાડિયામાં 144 રૂપિયા ટૂટી ગયો છે.

અદાણી પાવર એક હપતામાં 34 રૂપિયા, અદાણી ટોટલ ગેસ 367 રૂપિયા અને અદાણી ગ્રીન એનર્જીમાં 164 રૂપિયા શેરમાં કડાકો થયો છે. અદાણી એન્ટરપ્રાઈઝીસ 112 રૂપિયા, ટ્રાન્સમિશન એક અઠવાડિયામાં 362 રૂપિયા તૂટી ગયો છે.  આ કારણે ગૌતમ અદાણી હવે એશિયાના બીજા નંબરના ધનિક વ્યકિતને બદલે ત્રીજા સ્થાને પહોંચી ગયા છે. 

business news gautam adani