FBને રૂ.48,848 કરોડનો રેકોર્ડ નફો, માર્કેટકેપ 3.75 લાખ કરોડ વધી

31 January, 2019 01:57 PM IST  |  બિઝનેસ ડેસ્ક

FBને રૂ.48,848 કરોડનો રેકોર્ડ નફો, માર્કેટકેપ 3.75 લાખ કરોડ વધી

ફાઇલ ફોટો

ફેસબુકે બુધવારે તેના ક્વાર્ટરલી પરિણામો જાહેર કર્યા. 2018ની ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીને 48,848 કરોડ રૂપિયા (688 કરોડ ડોલર)નો નફો થયો. આ કંપનીનો અત્યાર સુધીનો સૌથી મોટો ક્વાર્ટરલી નફો છે. 2017ના ડિસેમ્બર ક્વાર્ટની સરખામણીએ નફામાં 61% વધારો થયો છે. 2018ના ડિસેમ્બર ક્વાર્ટરમાં રેવેન્યુ વધીને 1.20 લાખ કરોડ રૂપિયા (1691 કરોડ ડોલર) થઈ ગયો. તેમાં એડ રેવન્યુની સૌથી વધુ 93% હિસ્સેદારી રહી.

ફેસબુકના સારા ક્વાર્ટરલી પરિણામોના કારણે અમેરિકન બજારમાં કંપનીનો શેર બુધવારે આફ્ટર આવર ટ્રેડિંગમાં 12% ચડી ગયો. શેર્સમાં તેજીના કારણે કંપનીના માર્કેટ કેપમાં 3.75 લાખ કરોડ રૂપિયાનો નફો થયો. આ 29.42 લાખ કરોડથી વધીને 33.17 લાખ કરોડ રૂપિયા થઈ ગયો.

યુઝર બેઝમાં 9% વધારો

ફેસબુકના દિવસના અને મહિનાના એક્ટિવ યુઝર્સમાં 8.6% ગ્રોથ નોંધવામાં આવ્યો છે. 2018ના ડિસેમ્બર ક્વાર્ટરમાં ડેઇલી એક્ટિવ યુઝર્સ 152 કરોડ અને મંથલી એક્ટિવ યુઝર્સ 232 કરોડ હતા.

આ પણ વાંચો: FBએ યુઝર્સને એપ ઇન્સ્ટોલ કરવા પૈસા આપ્યા, પછી લીધો તેમનો અંગત ડેટા: રિપોર્ટ

ફેસબુકના મંથલી એક્ટિવ યુઝર્સની સંખ્યામાં ઉત્તર અમેરિકાને છોડીને બાકીના રિજનમાં સારો ગ્રોથ નોંધવામં આવ્યો છે. એશિયા પેસિફિકમાં સૌથી વધુ વધારો થયો છે.