યોગરાજ સિંહની દીકરી અને યુવીની સાવકી બહેન અમનજોત કૌર ભારતીય પૅડલ ટીમ માટે સિલેક્ટ થઈ

18 August, 2025 06:59 AM IST  |  Kuala Lumpur | Gujarati Mid-day Correspondent

યુવરાજ સિંહની સાવકી બહેન અમનજોત કૌર મલેશિયામાં એશિયા પેસિફિક પેડલ કપમાં ભારત તરફથી રમશે, જે તેની કારકિર્દીની સૌથી મોટી ટુર્નામેન્ટ છે.

યોગરાજ સિંહની દીકરી અને યુવીની સાવકી બહેન અમનજોત કૌર

ભૂતપૂર્વ ભારતીય ઑલરાઉન્ડર યુવરાજ સિંહની સાવકી બહેન અમનજોત કૌર એક પેડલ સ્પોર્ટ્‍સ પ્લેયર છે. તે આ વર્ષે મલેશિયામાં એશિયા પૅસિફિક પૅડલ કપમાં ભારતીય ટીમ માટે રમતી જોવા મળશે. આ તેની કરીઅરની સૌથી મોટી ટુર્નામેન્ટ છે. સોશ્યલ મીડિયા પર અમનજોત કૌર તેની સુંદરતા માટે પણ ઘણી પ્રશંસા મેળવી રહી છે.

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યોગરાજ સિંહે પહેલી પત્ની શબનમ સિંહ સાથેના ડિવૉર્સ બાદ નીના બુંદેલ ઉર્ફે સતબીર કૌર સાથે બીજાં લગ્ન કર્યાં હતાં. યોગરાજ સિંહનાં કુલ ચાર સંતાન છે. એમાંથી પહેલી પત્નીએ ઝોરાવર સિંહ અને યુવરાજ સિંહ જ્યારે બીજી પત્નીએ વિક્ટર સિંહ અને અમનજોત કૌરને જન્મ આપ્યો હતો.

yuvraj singh asia pacific sports news sports malaysia