રેસલર દીપક પુનિયાની હાલત સ્ટેબલઃ ડૉક્ટરે હોમ-ક્વૉરન્ટીનની આપી સલાહ

07 September, 2020 04:01 PM IST  |  New Delhi | IANS

રેસલર દીપક પુનિયાની હાલત સ્ટેબલઃ ડૉક્ટરે હોમ-ક્વૉરન્ટીનની આપી સલાહ

દીપક પુનિયાની

ઇન્ડિન રેસલર દીપક પુનિયા અને અન્ય બે રેસલર કેટલાક દિવસ પહેલાં કોરોના-પૉઝિટિવ થયા હોવાના સમાચાર આવ્યા હતા. હાલમાં દીપકની તબિયત સ્ટેબલ છે અને ડૉક્ટરે તેને હોમ-ક્વૉરન્ટીન થવાની સલાહ આપી છે. આ સંદર્ભે વધારે માહિતી આપતાં સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ કહ્યું કે ‘રેસલર દીપક પુનિયા સોનીપેટ ખાતે નૅશનલ કૅમ્પમાં પહોંચતાં તેની કોરોના-ટેસ્ટ કરવામાં આવી હતી, જે પૉઝિટિવ આવી હતી. ત્યાર બાદ તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હાલમાં તેની તબિયત સ્ટેબલ છે અને ડૉક્ટરોએ તેને હોમ-ક્વૉરન્ટીન થવાની સલાહ આપી છે. ડિસ્ટ્રિક્ટ કોવિડ નોડલ ઑફિસરે તેને ઘરે રહેવાની પરવાનગી આપી છે.’
દીપક પુનિયા ઉપરાંત અન્ય બે રેસલર નવીન (૬૫ કિલો) અને ક્રિશન (૧૨૫ કિલો) કોરોનાગ્રસ્ત થયા હતા. સામા પક્ષે દીપકે પોતે સ્વસ્થ હોવાનું અને બીજા કોરોના રિપોર્ટની રાહ જોઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું.

sports news wrestling