વર્લ્ડ નંબર-વન ટેનિસ ખેલાડી નોવાક જૉકોવિચને ઑસ્ટ્રેલિયન ઓપનમાં વૅક્સિનેશનમાંથી ‘મુક્તિ’

05 January, 2022 03:06 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વર્લ્ડ નંબર-વન ટેનિસ ખેલાડી નોવાક જૉકોવિચને કોવિડ-19 વૅક્સિનેશન વગર ઑસ્ટ્રેલિયન ઓપન ગ્રૅન્ડ સ્લૅમ સ્પર્ધામાં રમવાની છૂટ મળી છે.

વર્લ્ડ નંબર-વન ટેનિસ ખેલાડી નોવાક જૉકોવિચને ઑસ્ટ્રેલિયન ઓપનમાં વૅક્સિનેશનમાંથી ‘મુક્તિ’

વર્લ્ડ નંબર-વન ટેનિસ ખેલાડી નોવાક જૉકોવિચને કોવિડ-19 વૅક્સિનેશન વગર ઑસ્ટ્રેલિયન ઓપન ગ્રૅન્ડ સ્લૅમ સ્પર્ધામાં રમવાની છૂટ મળી છે. તેણે વૅક્સિન લીધી છે કે નહીં એ વિશે તેણે ક્યારેય કંઈ જાહેર નથી કર્યું. ઊલટાનું તેણે એવા નિયમને હંમેશાં વખોડ્યો છે જેમાં કહેવાયું છે કે મેલબર્નની ઑસ્ટ્રેલિયન ઓપનમાં એવા જ પ્લેયરને રમવા મળશે જેમણે વૅક્સિનના બન્ને ડોઝ લઈ લીધા હોય. જોકે ગયા વર્ષે આ સ્પર્ધા જીતનાર જૉકોવિચને હવે વૅક્સિનેશનમાંથી ‘મુક્તિ’ મળતાં નવો વિવાદ શરૂ થવાની સંભાવના નકારી ન શકાય. એક તરફ જૉકોવિચને વૅક્સિન વિના મેલબર્નની સ્પર્ધામાં રમવાની છૂટ મળી છે, જ્યારે બીજી બાજુ મેલબર્નમાં જ ગઈ કાલે ઑસ્ટ્રેલિયાની ડોમેસ્ટિક ક્રિકેટ લીગ સ્પર્ધાઓમાં કોવિડના કેસ નોંધાતાં નવાં શેડ્યુલ બનાવાયાં હતાં.

sports news