વર્લ્ડ ચૅમ્પિયન પી.વી. સિંધુની વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં વિજયી શરૂઆત

15 December, 2021 04:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતની ડિફેન્ડિંગ વર્લ્ડ ચૅમ્પિયન પી. વી. સિંધુએ ગઈ કાલે સ્પેનમાં બીડબ્લ્યુએફ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં પહેલી મૅચ જીતીને શ્રીગણેશ કર્યા હતા.

પીવી સિંધુ

ભારતની ડિફેન્ડિંગ વર્લ્ડ ચૅમ્પિયન પી. વી. સિંધુએ ગઈ કાલે સ્પેનમાં બીડબ્લ્યુએફ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં પહેલી મૅચ જીતીને શ્રીગણેશ કર્યા હતા. તેણે સ્લોવેકિયાની માર્ટિના રેપિસ્કાને ૨૧-૭, ૨૧-૯થી હરાવી હતી. તેમની મૅચ એક કલાક અને નવ મિનિટ સુધી ચાલી હતી. સિંધુની વર્લ્ડ રૅન્કિંગ સાતમી છે, પણ તે વર્તમાન વિશ્વવિજેતા છે.
દરમ્યાન, પુરુષ વર્ગમાં લક્ષ્ય સેને જપાનના કેન્તા નિશિમોતોને ૨૨-૨૦, ૧૫-૨૧, ૨૧-૧૮થી હરાવીને પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં એન્ટ્રી કરી હતી.
કિદામ્બી શ્રીકાંત પણ જીત્યો હતો. તેણે ચીનના લિ શી ફેન્ગને ૧૫-૨૧, ૨૧-૧૮, ૨૧-૧૭થી પરાજિત કર્યો હતો. આ રોમાંચક મુકાબલો ૭૦ મિનિટ ચાલ્યો હતો અને છેવટે ભારતીય ખેલાડી શ્રીકાંતનો વિજય થયો હતો.

sports news pv sindhu badminton news