ઑસ્ટ્રેલિયન ઓપનમાં શું જૉકોવિચ અને ફેડરર થશે આમને-સામને?

28 January, 2020 11:34 AM IST  |  Melbourne

ઑસ્ટ્રેલિયન ઓપનમાં શું જૉકોવિચ અને ફેડરર થશે આમને-સામને?

રોજર ફેડરર

ઑસ્ટ્રેલિયન ઓપનના પુરુષ એકલ મુકાબલામાં આજે બે ક્વૉટર ફાઇનલ મુકાબલા થવાના છે. ટેનિસ સેન્ડગ્રેન અને રોજર ફેડરર વચ્ચે પહેલો મુકાબલો થવાનો છે અને બીજો મુકાબલો મિલોસ રાઓનિક અને નોવાક જૉકોવિચ વચ્ચે થવાનો છે. આ બન્ને ક્વૉર્ટર ફાઇનલમાં જીતનારા પ્લેયરો આગળના રાઉન્ડમાં જશે અને સંભવત: પ્રેક્ષકોને ફેડરર અને જૉકોવિચ વચ્ચેનો મુકાબલો જોવા મળી શકે એવી ધારણા રાખવામાં આવી રહી છે. 

હાલમાં જૉકોવિચે બે કલાક છ મિનિટ ચાલેલી મૅચમાં આર્જેન્ટિનાના ડિએગો સ્વાર્ટજમેચને ૬-૩, ૬-૪, ૬-૪થી હરાવ્યો હતો. ઑસ્ટ્રેલિયન ઓપનમાં ત્રણેય મહાન પ્લેયર ફેડરર, નડાલ અને જૉકોવિચમાંથી કોની વચ્ચે મુકાબલો થશે એ જોવા જેવું રહેશે.
આ ઉપરાંત વિમેન્સ સિંગલ્સમાં ઇસ્ટોનિયાની એનેટ કોન્તાવેત, સોમાનિયાની સિમોના હાલેપ, સ્પેનની ગારબિન મુગુરૂજા ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. એનેટ કોન્તાવેત ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચનારી પહેલી ઇસ્ટોનિયન પ્લેયર બની ગઈ છે. આ પ્લેયરો સિવાય મહિલા એકલ વર્ગમાં ૧૫ વર્ષની કોકો ગોફને ચોથા રાઉન્ડમાં બહાર જવાનો વારો આવ્યો હતો. તેણે અમેરિકાની જ સોફિયા કેનિને ૭-૬, ૬-૩, ૬-૦થી હરાવી હતી.

tennis news roger federer novak djokovic