વેઇટલિફ્ટર સરબજીત કૌર પર લાગ્યો ચાર વર્ષનો પ્રતિબંધ

09 January, 2020 02:38 PM IST  |  New Delhi

વેઇટલિફ્ટર સરબજીત કૌર પર લાગ્યો ચાર વર્ષનો પ્રતિબંધ

ફાઈલ ફોટો

નૅશનલ ઍન્ટિ ડૉપિંગ એજન્સી (નાડા)એ તાજેતરમાં વેઇટલિફ્ટર સરબજીત કૌર પર ડૉપિંગને કારણે ચાર વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં યોજાયેલી મહિલાઓની નૅશનલ વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપમાં ૭૧ કિલોગ્રામની કૅટેગરીમાં તેણે બાજી મારી હતી. 

આ વિશે નાડાએ કહ્યું હતું કે ‘ઍન્ટિ ડૉપિંગ ડિસિપ્લીનરી પૅનલને જાણવા મળ્યું છે કે વેઇટલિફ્ટર સરબજીત કૌરે ઍન્ટિ ડૉપિંગના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે જેના લીધે તેના પર ચાર વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવે છે. કૌરનાં લેવાયેલાં સૅમ્પલમાં પ્રતિબંધિત પદાર્થો હોવાનું ધ્યાનમાં આવતાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.’

sports news