બ્રાયન-બ્રધર્સે ટેનિસમાંથી જાહેર કરી નિવૃત્તિ

29 August, 2020 10:30 AM IST  |  Washington | Agencies

બ્રાયન-બ્રધર્સે ટેનિસમાંથી જાહેર કરી નિવૃત્તિ

બ્રાયન-બ્રધર્સ

અમેરિકાના જોડિયા ભાઈઓની જોડી બૉબ અને માઇક બ્રાયને ટેનિસજગતમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. ઐતિહાસિક ઇનિંગ્સ રમનાર આ બ્રાયન-બ્રધર્સે ૧૯૯૫માં ટેનિસજગતમાં ડેબ્યુ કર્યું હતું. તેમણે ટેનિસ ડબલ્સમાં અનેક રેકૉર્ડ સરજ્યા છે. તેમના નામે કુલ ૧૧૯ ટ્રોફીઓ નોંધાયેલી છે જેમાં ચાર ગ્રૅન્ડ સ્લૅમ, ૯ એટીપી માસ્ટર્સ અને ઑલિમ્પિક ગોલ્ડ મેડલ સામેલ છે. સાથે મળીને ૧૬ ગ્રૅન્ડ સ્લૅમ જીતનારી આ જોડીએ ગયા વર્ષે ૨૦૨૦ પોતાના ટેનિસ-કરીઅરનું છેલ્લું વર્ષ હોવાની જાહેરાત કરી દીધી હતી. બ્રાયન-બ્રધર્સે કહ્યું કે ‘અમારા ખ્યાલથી આ યોગ્ય સમય છે. અમે આ ક્ષેત્રને અમારાં ૨૦ વર્ષ આપ્યાં છે અને હવે અમે અમારા જીવનમાં આગળ વધવા માગીએ છીએ. આટલા લાંબા સમય સુધી અમે સાથે રમી શક્યા એ વાતનો અમને ગર્વ છે. એકબીજા પ્રત્યે અમારી વફાદારી અમને પ્રોફેશનલ ટેનિસજગતમાં ઘણી આગળ સુધી લઈ ગઈ. અમે અમારા પ્રતિસ્પર્ધીઓને અને દર્શકોના ચિયર્સને ઘણા યાદ કરીશું.’

tennis news sports news