ડોપિંગને લીધે રશિયા પર લાગ્યો ચાર વર્ષનો પ્રતિબંધ

10 December, 2019 11:21 AM IST  |  Mumbai

ડોપિંગને લીધે રશિયા પર લાગ્યો ચાર વર્ષનો પ્રતિબંધ

રશિયાને મોટો ઝટકો

વર્લ્ડ ઍન્ટિ-ડોપિંગ એજન્સી (ડબ્લ્યુએડીએ - વાડા) દ્વારા રશિયા પર આવતાં ચાર વર્ષ માટે પ્રતિબંધ મુકાયો છે, જેને લીધે એ ટોક્યો ઑલિમ્પિક્સ અને ૨૦૨૨માં યોજાનારા ફિફા વર્લ્ડ કપમાં ભાગ નહીં લઈ શકે.
વાડાની કમિટીએ જણાવ્યા પ્રમાણે રશિયા પર ડોપ ટેસ્ટ માટે ઍથ્લીટ્સનાં ખોટાં સૅમ્પલ્સ મોકલવાનો આરોપ છે. રશિયાએ સૅમ્પલ્સમાં છેડછાડ કરી હોવાની વાત તપાસમાં જાણવા મળી છે. સ્વિટ્ઝરલૅન્ડમાં મળેલી વાડાની ૧૨ સભ્યોની કમિટીએ રશિયા પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. રશિયા પર મુકાયેલા આ પ્રતિબંધ છતાં એ દેશના ઍથ્લીટ્સ વાડાના નિયમ અનુસાર ન્યૂટ્રલ ખેલાડી તરીકે ઇન્ટરનૅશનલ સ્પર્ધામાં ભાગ લઈ શકશે, જોકે એ માટે તેઓ કોઈ ડોપિંગ સ્કૅન્ડલમાં સપડાયેલા ન હોવા જોઈએ. વાડાના આ નિર્ણય સામે જો રશિયાને વાંધો હોય તો એ ૨૧ દિવસમાં કોર્ટ ઑફ આર્બિટ્રેશન ફૉર સ્પોર્ટ (સીએએસ) પાસે જઈ શકે છે.

international olympic committee russia